GSTV
Home » News » Viral: બુમરાહે છેલ્લા બોલ પર ફટકારી સિક્સર, જોવા જેવું છે કોહલીનું રિએક્શન

Viral: બુમરાહે છેલ્લા બોલ પર ફટકારી સિક્સર, જોવા જેવું છે કોહલીનું રિએક્શન

Jasprit Bumrah

જસપ્રીત બુમરાહના મારક યોર્કર ટીમ ઇન્ડિયા માટે મોટુ હથિયાર સાબિત થાય છે પરંતુ આ ફાસ્ટ બોલર જરૂર પડ્યે સિક્સર પણ ફટકારી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે મોહાલી વન ડેમાં ઇનિંગના છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ફક્ત ફેન્સનું જ મન મોહી નથી લીદુ પરંતુ તેણે કેપ્ટન કોહલીને પણ ઝૂમવા માટે મજબૂર કરી દીધો હતો.

હકીકતમાં મોહાલી ખાને પાંચ વનડેની સીરીઝની ચોથી મેચમાં ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું. ભારતે પહેલા બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાને 359 રનોનો વિશાળ લક્ષ્ય આપ્યો. ભારત તરફથી શિખર ધવને(143) અને રોહિત શર્માએ(95) શાનદાર બેટિંગ કરી. ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 358 રન બનાવ્યા.

25 વર્ષીય જસપ્રીત બુમરાહે ભારતીય ઈનિંગ્સના છેલ્લા બોલે પેટ કમિન્સની બોલ પર લોન્ગ ઓન પર એક છગ્ગો ફટકાર્યો. આ જોઈને કપ્તાન વિરાટ કોહલી ખૂબજ ખુશ થયો. બુમરાહના બેટથી છગ્ગો લાગતા કોહલી પેવેલિયનમાં ખુશીથી ઉછળવા લાગ્યો. કોહલીએ તાળી સાથે બુમરાહને બિરદાવ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

જણાવી દઇએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વન-ડે મેચોની શ્રેણીની ચોથી મેચ મોહાલીમાં રમાઈ. આ આંતરરાષ્ટ્રીય મુકાબલામાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને 4 વિકેટથી હરાવીને સીરીઝમાં 2-2થી બરાબરી કરી લીધી છે. ભારત તરફથી 359 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે ફક્ત 47.5 ઓવરમાં જ જરૂરી રન બનાવ્યાં હતાં.

ભારતે શિખર ધવન (143) અને રોહિત શર્મા (95) ની મદદથી 9 વિકેટ ગુમાવીને 358 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં મેદાનમાં ઉતરેલી મહેમાન ટીમના બે વિકેટ જલ્દી પડી ગયા, પરંતુ પીટર હેન્ડ્સકૉમ્બ (117) અને ઉસ્માન ખ્વાજા (91)ની વચ્ચે  થયેલી 192 રનની ભાગીદારીથી ઓસ્ટ્રેલિયન ટીમનું નાક કપાતા બચી ગયું. બાદમાં એશ્ટન ટર્નર (43 બોલમાં 5 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ 84 રન)ની તોફાની ઈનિંગથી મેચની દિશા બદલાઈ ગઇ અને ભારતીય ટીમ હારી ગઈ.

Read Also

Related posts

ફૂટપાથ અને દુકાનોમાં પૂતળા પર મહિલાઓના અંતર્વસ્ત્ર ડિસ્પ્લે ઉપર આ પાલિકાએ પ્રતિબંધ મૂક્યો

Path Shah

કચ્છના નલિયામાં વાયુ વાવાઝોડાની અસર, 135થી વધુ ગામો પર ખતરો

Nilesh Jethva

તાવના કારણે 100 બાળકોના મોત, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને મંગલ પાંડેય પર મુકદમો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!