GSTV
Home » News » INDvAUS: વિરાટ સાથે ઑસ્ટ્રેલિયના ફેન્સની શરમજનક હરકત, કર્યુ કંઇક આવુ

INDvAUS: વિરાટ સાથે ઑસ્ટ્રેલિયના ફેન્સની શરમજનક હરકત, કર્યુ કંઇક આવુ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે શનિવારે જ્યારે બેટિંગ માટે મેદાનમાં જઇ રહ્યાં હતાં ત્યારે અહી સ્ટેડિયમમાં રહેલા ઓસ્ટ્રેલિયન દર્શકોના એક વર્ગે તેની હુટિંગ શરૂ કરી દીધી.

લોકેશ રાહુલના આઉટ થયા બાદ કોહલી બેટિંગ માટે ઉતર્યા. કોહલીએ પહેલી ઇનિંગ દરમિયાન પણ આવી સ્થિતીનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ અને પૂવ કેપ્ટન રિકી પોન્ટિંગે દર્શકોના આ આચરણની ઓલાચના કરી.


હેડે કહ્યું કે, તે શાનદાર બેટ્સમેન છે અને કદાચ તેવો ખેલાડી નથી જેની હુટિંગ કરવામાં આવે. તેની જરૂર ન હતી પરંતુ તેઓ દર્શકો છો.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે ભારતીય ટીમ આવી બાબતોની ઉપેક્ષા કરવા ઇચ્છે છે.
તેમણે કહ્યું કે, મને નથી લાહતું કે અમારા માટે આ બાબત મહત્વની છે. અમારા માટે મેદાનની અંદર જે છે તે મહત્વનું છે. આ સિવાય અન્ય કોઇ બાબત પર અમારુ નિયંત્રણ નથી. તેઓ જે ઇચ્છે તે કરી શકે છે. અમે જ્યાં સુધી સારુ રમી રહ્યાં છીએ ત્યાં સુધી ખુશ છીએ.

પોન્ટિંગે પણ દર્શકોના વલણ પર આશ્વર્ય વ્યક્ત કરતાં જણાવ્યું કે, મને આ પસંદ ન આવ્યું. એક ખેલાડી તરીકે જ્યારે મારી સાથે ઇંગ્લેન્ડમાં આવું થયું હતું ત્યારે હું બિલકુલ ચિંતિત થયો ન હતો.

કોહલી સાથે જોકે આ પહેલીવાર નથી થયુ. 2011-12ના ઓસ્ટ્રેલિયા પ્રવાસે પણ તેમને સીડનીના મેદાનમાં દર્શકોની હુટિંગનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ પર એજબેસ્ટનમાં પહેલી ટેસ્ટ મેચમાં દર્શકોના આવા વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો.

Read Also

Related posts

WC-2019: AFG VS BAN બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 263 રનનો આપ્યો લક્ષ્યાંક

Path Shah

રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની ગાંધીનગરમાં બેઠક, આ ધારાસભ્યોની સૂચક ગેરહાજરી

Nilesh Jethva

ગીરમાં પહેલીવાર એકસાથે 75 સિંહોને વીડિયો કોલર ફીટ કરવાની કામગીરી વન વિભાગે હાથ ધરી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!