GSTV
Home » News » Ind vs Aus: ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 341 રનનો વિક્રમજનક ટાર્ગેટ

Ind vs Aus: ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 341 રનનો વિક્રમજનક ટાર્ગેટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝનો બીજો મુકાબલો રાજકોટમાં રમાઈ રહ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 340 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીત માટે 341 રનોનો ટારગેટ આપ્યો છે. ભારતીય ટીમ માટે શિખર ધવને સૌથી વધુ સર્વાધિક 96 રન બનાવ્યા જ્યારે કેએલ રાહુલે 80 રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ 78 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની તરફથી એડમ જમ્પાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. કેન રિચર્ડસનને 2 વિકેટ મળી હતી.

રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ ભારતને ધમાકેદાર શરૂઆત આપી હતી. બન્નેએ પ્રથમ વિકેટ માટે 81 રનોની ભાગીદારી કરી હતી. 14મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાઈ બોલર એડમ જામ્પાએ ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. એડમ જામ્પાએ રોહિત શર્માને એલબીડબ્લ્યૂ આઉટ કરીને પેવેલિયન ભેગા કર્યા હતા. રોહિત શર્મા 42 રન બનાવીને આઉટ થયા હતા.

રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. ટોસ હારીને પણ ભારતે વિક્રમજનક સ્કોર કર્યો છે. ભારતીય ટીમમાં નવદીપ સૈની અને મનીષ પાંડેનો સમાવેશ કરવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરના સ્થાને સૈની અને રીષભ પંતના સ્થાને મનીષ પાંડેને ટીમમાં સ્થાન મળ્યું છે.

ભારત: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ (વિકેટ કીપર), શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રવીંદ્ર જાડેજા, મોહમ્મદ શમી, નવદીપ સૈની, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ

ઑસ્ટ્રેલિયા: ડેવિડ વૉર્નર, એરોન ફિંચ (કેપ્ટન), માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, એશ્ટન ટર્નર, એલેક્સ કેરી (વિકેટ કીપર), એશ્ટન એગર, પૈટ કમિંસ, મિશેલ સ્ટાર્ક, કેન રિચર્ડસન, એડમ જામ્પા.

READ ALSO

Related posts

CAA ના વિરોધ વચ્ચે ભારતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓની સંખ્યાને લઈને વિવાદ

Nilesh Jethva

અચાનક PGમાં આગ ભભૂકી, ત્રણ યુવતીઓ થઈ ભડથું

Pravin Makwana

મેલાનિયા ટ્રમ્પ પહેલા અમેરિકાના આ રાષ્ટ્રપતિઓની પત્નીઓ બની ચુકી છે ભારતની મહેમાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!