GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ધોની હૈ તો મુમકિન હૈ, ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ક્રિકેટરે શું કહ્યું?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની વનડે સીરીઝમાં આજે પહેલી વન-ડે મેચ રમાઈ હતી. પ્રથમ વન-ડે મેચમાં ભારતનો વિજય થયો છે. ભારતનાં વિજય માટે કેદાર જાધવ અને મહેન્દ્રસિંહ ધોનીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. 237 રનનાં લક્ષ્ય સુધી પહોંચવા માટે ભારતીય ટીમે માત્ર 99 રનમાં જ ચાર વિકેટ ગુમાવ્યા હતાં. ત્યારબાદ ઇન્ડિયન ટીમનો સંપૂર્ણ કારભાર ધોની અને જાધવ પર હતો. જે બન્ને ક્રિકેટરો પોતાની પરિક્ષામાં સફળ નિવડ્યા છે.

ધોની અને જાધવે પાચમાં વિકેટ માટે 141 રનની ભાગીદારીમાં ટીમને વિજય અપાવ્યો હતો. ભારતીય ટીમે પોતાનાં  237 રનનાં લક્ષ્યને 48.2 ઓવરમાં હાંસલ કર્યો હતો. આ જીત સાથે જ ભારત પાંચ મેચોની વન-ડે સીરીઝમાં 1-0થી આગળ છે. જો કે છ વિકેટે મેચ હાર્યા તેમ છતાં ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન એરોન ફિન્ચે પોતાનાં બોલરોનાં વખાણ કર્યા છે.

મેચ પછી ફિન્ચે કહ્યું છે કે, અમારી પાસે 20-30 રનની ખોટ હતી. જ્યારે શરૂઆતમાં વિકેટ ગુમાવ્યા પછી અમારે ભાગીદારીને આગળ વધારવાની જરૂર હતી, તેમ છતાં અમારા બોલરોએ સારૂ પ્રદર્શન કરીને વિકેટ લેવાનું ચાલુ રાખ્યું હતું.

ઓસ્ટ્રેલિયન કેપ્ટનનાં જણાંવ્યા પ્રમાણે,બોલીગમાં અમે તમામ પ્રયાસો કર્યા.  જ્યારે અમારા બોલરો ફાસ્ટ બોલીંગ કરીને વિકેટ ખેડવે છે, ત્યારે તેઓ ઘણાં વધારે પ્રભાવશાળી લાગે છે. ઘણી જગ્યાએ અમારી ભુલ થઈ. જો કે મજબૂત ટીમ સાથે આવું થતું રહે છે.

READ ALSO

Related posts

હેપ્પી બર્થ ડે : ભારતીય ક્રિકેટરથી કોમેન્ટેટર અને હવે કોચ તરીકે પણ એવી જ લોકપ્રિયતા

Bansari

મહિસાગર જિલ્લામાં એક સાથે 17 પોઝિટીવ કેસ સામે આવતા ફફડાટ મચ્યો આરોગ્ય તંત્ર થયું દોડતું

pratik shah

કોરોના હાહાકારઃ દેશમાં એક જ દિવસે સૌથી વધુ 170 લોકોના અને મહારાષ્ટ્રમાં 97ના થયા મોત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!