GSTV
Home » News » IND vs AUS: રોહિત શર્માનો કમાલ, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને હાશિમ અમલાનો તોડ્યો રેકોર્ડ

IND vs AUS: રોહિત શર્માનો કમાલ, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને હાશિમ અમલાનો તોડ્યો રેકોર્ડ

ભારતનાં સ્ટાર ઓપનર બેટ્સમેન રોહિત શર્મા સૌથી ઝડપી 7000 વનડે રન બનાવવાળા ઓપનર બન્યા છે. રોહિતે સચીન તેંડુલકર અને હાશિમ અમલાને પાછળ છોડ્યા છે. રોહિતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રાજકોટ વનડે મેચમાં 42 રન બનાવ્યા અને આ દરમ્યાન તેમણે આ મુકામ પ્રાપ્ત કર્યા છે. રોહિત 7 હજાર વનડે રન બનાવવા વાળા ચોથા ભારતીય ઓપનિંગ બેટ્સમેન બન્યા છે. આ પહેલા આ સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વિરેન્દ્ર સહેવાગ છે.

ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ઓપનિંગ કરવાવાળા રોહિત હવે બેંગ્લોરમાં યોજાવાળી ત્રીજી અને અંતિમ મુકાબલામાં પોતાનાં કેરિયરમાં 9 હજાર રન પૂર્ણ કરશે. તેના માટે રોહિતને ફક્ત ચાર રનની જરૂર છે.

આ મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 340 રન બનાવ્યા છે. અને ઓસ્ટ્રેલિયા માટે જીત માટે 341 રનનો ટાર્ગેટ આપ્યો છે. રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ ભારતને ધમાકેદાર શરૂઆત કરી હતી. બન્ને પહેલા વિકેટ માટે 81 રનોની ભાગીદારી કરી હતી.

શિખર ધવને 96 બોલ પર 90 રન બનાવ્યા હતા. જ્યારે કોહલીએ 76 બોલે 78 રન અને રાહુલે 52 બોલ પર 80 રનોની ધમાકેદાર ઈનિંગ રમી હતી.

READ ALSO

Related posts

ખેડૂતો પર વરસી મોદી સરકાર! જગતના તાતને મળશે 15-15 લાખ રૂપિયાની આર્થિક સહાય

Bansari

સિંગતેલના ભાવમાં ભડકો : ચાર દિવસમાં 75 રૂપિયા વધતા હવે ડબ્બો 2000ને પાર, ભાવ હજુ વધશે

Mayur

દરિયા કિનારે દેખાયું રહસ્યમયી જીવને લોકોમાં ફેલાયો ડરનો માહોલ, બોલ્યા આ છે ‘સમુદ્રનો શેતાન’

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!