GSTV
Gujarat Government Advertisement

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે આ બની શકે છે ભારતના પરાજયનું મોટુ કારણ, કોહલી માટે બનશે માથાનો દુખાવો

ભારત

Last Updated on November 26, 2020 by Bansari

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને હરીફ ટીમ સામે ટક્કર લેવા માટે ભરપુર મહેનત કરી રહી છે. ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ શુક્રવારે રમાશે. આ સાથે જ ભારતીય ટીમની કસોટીનો પણ પ્રારંભ થઈ જશે. આ વખતે એમ કહેવાય છે કે ઓસ્ટ્રેલિયન ટીમ મહેમાન પર ભારે પડી શકે તેમ છે અને તેના માટે યોગ્ય કારણો પણ આપવામાં આવી રહ્યા છે.

ભારત માટે નબળી સાબિત થઇ શકે છે આ કડી

હાર્દિક

ભારત પાસે આ વખતે બોલિંગના વિકલ્પો ઓછા છે. રવીન્દ્ર જાડેજાને બાદ કરતાં ભારત પાસે એવો એકેય બોલર નથી જે સારી બેટિંગ પણ કરી શકતો હોય. આ પ્રવાસમાં હાર્દિક પંડ્યા બોલિંગ કરવાનો નથી કેમ કે તે હજી બોલિંગ કરવા માટે ફિટ નથી. તેણે આઇપીએલમાં પણ બોલિંગ કરી ન હતી.

ભારત

આ વર્ષે ભારતે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો ત્યારે ત્રણ વન-ડેમાંથી બે મેચમાં ભારત તેના સ્કોરને ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. ભારત પાસે ઓલરાઉન્ડરની કમી છે. ભારત પાસે સાત બોલર છે જેમાંથી છ તો નિયમિત બોલર છે અને તેમનું બેટિંગમાં યોગદાન રહેતું નથી જ્યારે ઓસ્ટ્રેલિયા પાસે સ્ટોઇનિસ હેનરિક્સ, કેમરૂન ગ્રીન અને ડેનિયલ સમ્સ જેવા ખેલાડી છે જે બેટિગ અને બોલિંગ બંનેમાં યોગદાન આપી શકે છે. આ ઉપરાંત પેટ કમિન્સ જેવો બોલર છે જે બેટિંગમાં ઉપયોગી થઈ શકે છે તો ગ્લેન મેક્સવેલ જેવો બેટ્સમેન છે જે બોલિંગમાં ઉપયોગી થઈ શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બનાસકાંઠા: પાણી માટે ઝઝૂમી રહેલા લોકોએ જૂના કુવા રિચાર્જ કરવાનું શરૂ કર્યું, નરેગામાં સમાવેશ કરવાની ખેડૂતોએ માંગ કરી

Pravin Makwana

મલયાલમ અભિનેત્રીનો ફોટો લગાવીને પાસ કરી STET એક્ઝામ, રિઝલ્ટ વાયરલ થયું તો થઇ કાર્યવાહી

Pritesh Mehta

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!