GSTV
Gujarat Government Advertisement

IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો, શિખર ધવન સાથે મયંક અગ્રવાલ ઓપનિંગ કરશે

વન

Last Updated on November 27, 2020 by Bansari

જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે ક્રિકેટ સિરીઝનો શુક્રવારથી પ્રારંભ થઈ ગયો છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિરીઝની પહેલી વન-ડે સાથે જ કોરોના કાળ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો પહેલી વાર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમી રહ્યા છે.

પહેલા બોલિંગ કરશે ટીમ ઇન્ડિયા

આ ગાળામાં માત્ર ઇંગ્લેન્ડની ધરતી પર જ ટેસ્ટ અને વન-ડે ક્રિકેટ રમાયું હતું. ભારતના ખેલાડીઓ અઆ દરમિયાન યુનાઇટેડ આરબ અમિરાતમાં આઇપીએલની ટી20 ટુર્નામેન્ટ રમ્યા હતા. સિડની ખાતેની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

શિખર ધવનની સાથે મયંક અગ્રવાલ ઓપનિંગ કરશે

ભારતે આ મેચમાં અંતિમ ઇલેવનની જાહેરાત કરી દીધી હતી જેમાં શિખર ધવનની સાથે મયંક અગ્રવાલ ઓપનિંગ કરશે. મયંક અગ્રવાલ તેની ચોથી વન-ડે રમી રહ્યો છે. આ અગાઉ તે આ વર્ષે જ ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયો હતો અને ત્યાં તે ત્રણેય વન-ડે રમ્યો હતો. જોકે તેમાં તે એક મેચમાં 32 રન કરી શક્યો હતો જ્યારે બાકીની બે મેચમાં તેના સ્કોર ત્રણ અને એક રહ્યા હતા.
ભારતે તેની ઇલેવનમાંથી મનીષ પાંડે. શુભમન ગિલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન અને સંજુ સેમસનને બહાર રાખ્યા હતા.

ઓસ્ટ્રેલિયા

બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્ટિવ સ્મિથ જેવા ખતરનાક બેટસમેને પુનરાગમન કર્યું છે. તેને મિચેલ માર્શને સ્થાને ટીમમાં સામેલ કરાયો છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લે ઇંગ્લેન્ડના પ્રવાસમાં ત્રણ વન-ડે રમી હતી તેમાં સ્મિથ રમી શક્યો ન હતો. સ્મિથ છેલ્લે માર્ચ 2020માં આ જ મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મલયાલમ અભિનેત્રીનો ફોટો લગાવીને પાસ કરી STET એક્ઝામ, રિઝલ્ટ વાયરલ થયું તો થઇ કાર્યવાહી

Pritesh Mehta

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel

Covid-19 Test/ હવે મોબાઈલ ફોનથી થશે કોરોનાનો સસ્તો અને ઝડપી ટેસ્ટ, જાણો કેવી રીતે કરશે કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!