GSTV

IndvAus: ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને જીતવા 273 રનનો લક્ષ્યાંક આપ્યો

Last Updated on March 13, 2019 by

ભારતની સામે ફિરોજ શાહ કોટલા મેદાન પર રમાઈ રહેલી પાંચમી અને નિર્ણાયક વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ બુધવારે 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યાં છે. મહેમાન ટીમ માટે સૌથી વધુ ઉસ્માન ખ્વાજાએ 100 રન બનાવ્યાં. તો પીટર હેન્ડ્સકોમ્બે 52 રનની ઈનિંગ રમી. તો જવાબમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરી ગઇ છે.

ફિરોજ શાહ કોટલા મેદાન પર રમાઈ રહેલી પાંચમી અને નિર્ણાયક વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીત્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ઓસ્ટ્રેલિયા ટીમ તરફથી ઓપનર બેટ્સમેનોની વાત કરીએ તો ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 106 બોલમાં 100 રન કર્યા હતાં. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન આરોન ફિન્ચને ભારતીય બોલર રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો હતો. ફિન્ચ ફક્ત 27 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા.

ત્યારબાદ પીટર હેન્ડ્સકોમ્બે 60 બોલમાં 52 રન કર્યા હતાં. ગ્લેન મેક્સવેલ પણ પીચ પર વધુ ટક્યા નહીં. તેઓ ફક્ત 1 રન બનાવીને આઉટ થયાં. ભુવનેશ્વર કુમારની બોલિંગમાં સ્ટોનિસ 20 બોલમાં 27 રન કરીને આઉટ થયા હતાં. કુલદીપ યાદવની બોલિંગમાં જાડેજાએ કેચ કરી લેતા એશ્ટોન ટર્નરે ફક્ત 20 બોલમાં 20 રન કર્યા હતા. જ્યારે કેરીએ 3 અને રીચાર્ડસને 21 બોલમાં 29 રન કર્યા હતાં.

READ ALSO

Related posts

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana

કામની વાત/ATMમાંથી પૈસા ન નીકળે તો તમને બેંક દરરોજ ચૂકવશે આટલા રૂપિયા, જાણી લો આ અગત્યનો નિયમ

Bansari

15 વર્ષથી વધુ ઉમરથી વધુની પત્ની સાથે સબંધ બનાવવું દુષ્કર્મ નથી, હાઇકોર્ટનો મોટો ચુકાદો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!