ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદી ગાંધીનગરમાં આવેલા રાજભવનથી સીધા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પહોંચ્યા. જ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યુ હતુ.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝ પણ હાજર રહ્યા અને બન્ને દેશના વડાએ ક્રિકેટ મેચ નિહાળી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટનો આજે પહેલો દિવસ છે.

પીએમ મોદી ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. અને એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન પહોંચ્યા હતા.

આ દરમિયાન પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ એક જ કારમાં બેસી રાજભવન પહોંચ્યા હતા.

પીએમ મોદીએ રોહિત શર્માને અને ઓસ્ટ્રેલિયન પીએમ અલ્બેનીઝે સ્ટીવ સ્મિથને કેપ પહેરાવી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને ટીમોના કેપ્ટન અને બે દેશોના વડાપ્રધાનોનો ઐતિહાસિક ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો. બન્ને દેશોના પીએમે ગોલ્ફ કારમાં મેદાનની મુલાકાત પણ લીધી હતી.
READ ALSO
- દિલ્હીના બજેટને લઈને હોબાળો શા માટે મચ્યો છે? બજેટ રજૂ કરવાનો મંગળવારનો દિવસ હતો નક્કી
- ચાણક્ય નીતિ : જો તમે તમારા કરિયરમાં ઉંચાઈ પર પહોંચવા માંગો છો, તો આ 5 ભૂલો ન કરો, મંઝિલ પર પહોંચવું સરળ બનશે
- ઉત્તરપ્રદેશમાં જયંત ચૌધરી અને અખિલેશ યાદવના ગઠબંધન વાળા નિવેદન ઉપર શા માટે ચૂપ છે પલ્લવી પટેલ?
- અરેસ્ટ વોરન્ટ બાદ શું ભારત આવવાની હિંમત બતાવશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન?
- VIDEO/ વ્યક્તિએ બનાવ્યું આમલેટવાળું ચાઉમીન, જોતા જ ભડકી પબ્લિક, બોલી- બસ કરો અંકલ