GSTV
Home » News » Ind vs Aus: રોહિત-શિખરનો પરીશ્રમ વ્યર્થ ગયો, ઓસ્ટ્રેલિયાએ જીતી મેચ

Ind vs Aus: રોહિત-શિખરનો પરીશ્રમ વ્યર્થ ગયો, ઓસ્ટ્રેલિયાએ જીતી મેચ

ind vs aus

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વન-ડે મેચોની શ્રેણીની ચોથી મેચ મોહાલીમાં રમાઈ. આ આંતરરાષ્ટ્રીય મુકાબલામાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને 4 વિકેટથી હરાવીને સીરીઝમાં 2-2થી બરાબરી કરી લીધી છે. ભારત તરફથી 359 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે ફક્ત 47.5 ઓવરમાં જ જરૂરી રન બનાવ્યાં હતાં.

ભારતે શિખર ધવન (143) અને રોહિત શર્મા (95) ની મદદથી 9 વિકેટ ગુમાવીને 358 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં મેદાનમાં ઉતરેલી મહેમાન ટીમના બે વિકેટ જલ્દી પડી ગયા, પરંતુ પીટર હેન્ડ્સકૉમ્બ (117) અને ઉસ્માન ખ્વાજા (91)ની વચ્ચે  થયેલી 192 રનની ભાગીદારીથી ઓસ્ટ્રેલિયન ટીમનું નાક કપાતા બચી ગયું. બાદમાં એશ્ટન ટર્નર (43 બોલમાં 5 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ 84 રન)ની તોફાની ઈનિંગથી મેચની દિશા બદલાઈ ગઇ અને ભારતીય ટીમ હારી ગઈ.

ભારતીય ટીમની ઓપનિંગ જોડીનું પ્રશંસનીય પ્રદર્શન

ચોથી વન-ડે મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતની ઓપનિંગ જોડી (રોહિત શર્મા અને શિખર ધવને) આક્રમક ફોર્મમાં વાપસી કરીને ધમાકેદાર ઈનિંગ રમી હતી. ભારતીય ટીમની આ ઓપનિંગ જોડીને કારણે ભારત વિશાળ સ્કોર ખડકવામાં સફળ રહ્યું હતું. ભારતે 50 ઓવરમાં 358 રન કરીને વિરોધી ટીમને 359 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 143 રન બનાવ્યાં, જ્યારે રોહિતે (95) રન કરી સદી બનાવવાનું ચૂકી ગયા હતાં. ભારતીય ટીમ તરફથી સૌથી વધુ વિકેટ બુમરાહે (3) જ્યારે ભુવનેશ્વર, યાદવ અને ચહલે એક-એક વિકેટ લીધી હતી.

ભારતીય ટીમનું પ્રદર્શન

ચોથી વન-ડે મેચમાં ભારતની ઓપનિંગ જોડી (રોહિત શર્મા અને શિખર ધવને) આક્રમક ફોર્મમાં વાપસી કરીને ધમાકેદાર ઈનિંગ રમી હતી. ભારતીય ટીમની આ ઓપનિંગ જોડીને કારણે ભારત વિશાળ સ્કોર ખડકવામાં સફળ રહ્યું હતું. ધવને સૌથી વધુ 143 રન બનાવ્યા, જ્યારે રોહિત (95) સદી બનાવતા ચૂકી ગયા હતાં.

ભારતને પ્રથમ ઝાટકો રોહિત શર્માના સ્વરૂપમાં લાગ્યો. પેટ કમિન્સની 38મી ઓવરના ચોથા બોલમાં શિખર ધવન આઉટ થયાં. ધવને 115 બોલમાં 18 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદતી 143 રનની ધુઆંધાર સદી (16મી આંતરરાષ્ટ્રીય સદી) ફટકારી. ત્યારબાદ લોકેશ રાહુલ 31 બોલમાં 26 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પણ ખાસ કંઈ કરી શક્યા નહીં અને ફક્ત 7 રન બનાવી આઉટ થયાં. રિષભ પંતે મેદાનમાં સારી ઈનિંગ રમતા 24 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 36 રન બનાવ્યાં. વિજય શંકરે 15 બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 26 રન બનાવીને ભારતના સ્કોરને 350 સુધી લઇ જવામાં મદદ કરી હતી. શંકર બાદ ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ અને ચહલ 1-1-0 રન બનાવીને આઉટ થયાં.

ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં આ ક્રિકેટરોનું મહત્વનું યોગદાન


ચોથી વન-ડે જીતીને ઓસ્ટ્રેલિયન ટીમે સીરીઝમાં 2-2થી બરાબરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિય ટીમમાં સૌથી વધુ પીટર હેન્ડ્સકોમ્બે 105 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 117 રન કર્યા છે. તો ઉસ્માન ખ્વાજાએ 91 રન, ટર્નરે 43 બોલમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી ઝંઝાવાતી ઈનિંગ રમી અને અણનમ રહીને ટીમને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ગ્લેન મેક્સવેલે 23, કેરીએ 21 રન અને સેન માર્શે 6 રન બનાવીને ટીમને વિજયી બનાવવામાં પોતાનો ફાળો આપ્યો હતો.

READ ALSO

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!