GSTV
Home » News » ભારતે ઓસ્ટ્રેલિયન ટીમને 8 રનથી હરાવ્યું, શ્રેણીમાં 2-0થી આગળ

ભારતે ઓસ્ટ્રેલિયન ટીમને 8 રનથી હરાવ્યું, શ્રેણીમાં 2-0થી આગળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચોની વન-ડે શ્રેણીની બીજી વન-ડે વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતે રોમાંચક મુકાબલામાં 8 રનથી શાનદાર જીત પ્રાપ્ત કરીને સીરીઝમાં 2-0થી વિજય પ્રાપ્ત કર્યો છે. કાંગારૂઓએ ટૉસ જીતીને ભારતને પ્રથમ બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું અને ભારતીય ટીમે વિરાટ કોહલીની આક્રમક (116) સદીની મદદથી ઓસ્ટ્રેલિયન ટીમને 251 રનનો લક્ષ્યાંક આપ્યો. લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 242 રનો પર પેવેલિયન ભેગી થઇ અને મેચ હારી ગઇ.

ભારતીય ટીમ તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ મેરેથોન બેટિંગ કરીને પોતાની કારકિર્દીની 40મી વન-ડે સદી ફટકારી. વિરાટે 120 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 116 રન બનાવ્યાં અને પોતાની ટીમને લડાયક મોડ પર પહોંચાડી હતી. વિરાટ સિવાય વિજય શંકરે 46 રન બનાવ્યાં. શંકરે પોતાની ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો.

બંને બેટ્સમેનો સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન પીચ પર લાંબો સમય સુધી ટકી શક્યો નહીં અને સ્કોર 48.2 ઓવરમાં 250 રન હતો. ટીમ ઈન્ડિયાની પ્રારંભિક શરૂઆત ખૂબ જ નબળી રહીં હતી અને પ્રથમ ઓવરમાં જ રોહિત શર્માના રૂપમાં ટીમને પહેલી નિષ્ફળતા મળી. રોહિત મેચની પ્રથમ ઓવરના છેલ્લા બોલમાં ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થયાં. રોહિત બાદ ધવન પણ વધુ ટકી શક્યા નહોતાં અને 21 રનના સ્કોર પર આઉટ થયાં. ઓસ્ટ્રેલિયનના દિગ્ગજ ક્રિકેટર ગ્લેન મેક્સવેલે એલબીડબલ્યુ કરતા શિખર ધવન આઉટ થયો.

ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેનોનું અસરકારક પ્રદર્શન

ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી સ્ટોનિસે સૌથી વધુ 65 બોલમાં 52 રન કર્યા હતાં. જ્યારે હેન્ડ્સકોમ્બે 48 રન કર્યા હતાં. જાડેજાએ તેમને રન આઉટ કર્યા હતાં. આરોન ફિન્ચે 37, ઉસ્માન ખ્વાજાએ 38 રન, સેન માર્શે 16 અને એલેક્ષ કેરી 22 રન કરીને ભારતીય ટીમના આક્રમક બોલરો સામે ઓસ્ટ્રેલિયન ટીમને પીચ પર ટકાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

READ ALSO

Related posts

દેશને રોવડાવનારી મંદી અને ડુંગળી નિર્મલા સીતારમણને ન નડી, વિશ્વની શક્તિશાળી મહિલાઓમાં મળ્યું સ્થાન

Bansari

રોહિત શર્મા બન્યા La Liga ના બ્રાન્ડ એમ્બેસેડર, સાથે જણાવ્યું, આ ક્રિકેટર છે ટીમનો બેસ્ટ ફૂટબૉલર

NIsha Patel

ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો, 3 વર્ષથી મોંઘવારી ઉચ્ચત્તમ સ્તરે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!