GSTV
Home » News » INDvAUS: ટીમ ઇન્ડિયાનો ‘વિરાટ’ રેકોર્ડ, વનડેમાં હાંસેલ કરી 500મી જીત

INDvAUS: ટીમ ઇન્ડિયાનો ‘વિરાટ’ રેકોર્ડ, વનડેમાં હાંસેલ કરી 500મી જીત

કેપ્ટન Virat Kohliના શતકીય પ્રહાર (116 રન) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે Team Indiaએ નાગપુરમાં ઇતિહાસ રચી દીધો છે. 251 રનના ટાર્ગેટનો પીછો કરતાં કાંગારૂઓ ટીમ અંતિમ ઓવરમાં જીતવા માટે 11 રન  ન બનાવી શકી.

નિર્ણાયક ઓવર નાંખનાર વિજય શંકરે માર્ક્સ સ્ટોઇનિસ (52)ને પ્રથમ બોલમાં જ એલબીડબલ્યૂ કરી કાંગારૂઓના ઇરાદા પર પાણી ફેરવી દીધું. તે બાદ ત્રીજા બોલ પર એડમ જાંપા (2)ને બોલ્ડ કરી વિજય શંકરે ભારતને રોમાંચક જીત અપાવી.

49.3 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 242 રન પર સમેટાઇ ગઇ. વિરાટ બ્રિગેડે ઓસ્ટ્રેલિયાને બીજી વન ડેમાં 8 રને હરાવીને ફક્ત સિરીઝમાં 2-0થી લીડ જ નથી મેળવી પરંતુ વન ડેમાં પોતાની 500મી જીત પણ નોંધાવી છે.

ભારતીય ટીમ 45 વર્ષના પોતાના વન ડે ઇતિહાસમાં કુલ 500 જીતના આંકડા સુધી પહોંચવામાં સફળ રહી. આ ઉપલબ્ધિ હાંસેલ કરનાર આ ફક્ત બીજી ટીમ છે. તેની પહેલાં ઓસ્ટ્રેલિયાએ આ સિદ્ધી મેળવી છે.

ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી 963 વન ડે મેચ રમી છે. જેમાં તેને 500માં જીત મળી છે. ભારતીય ટીમે 414 મેચ ગુમાવી છે. 40 મેચનું કોઇ પરિણામ આવ્યું નથી. ભારતના વિજયની સરેરાશ 54.65 ટકા છે.

ઓસ્ટ્રેલિયા હાલ 924 વનડેમાં 558 મેચ જીતીને ટોચ પર છે. 63.20 ટકા સાથે જીતની ટકાવારીમાં પણ તે બહેતર છે. કાંગારૂ ટીમ 1971થી વન ડે મેચ રમી રહી છે. 479 વન ડે જીતીને પાકિસ્તાન ત્રીજા સ્થાન છે.

Read Also

Related posts

ખરાબ રિવ્યુ બાદ પણ વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ‘કલંક’, પહેલાં જ દિવસે છપ્પરફાડ કમાણી

Bansari

ધૂમધામથી જાન લઈને લગ્ન સ્થળ પર પહોંચ્યા, જોયું તો ત્યાં ફક્ત બોર્ડ લટકાવ્યું હતું જેમાં લખ્યું હતું કે…

Arohi

હવે Whatsapp પર ચેટિંગ દરમિયાન નહી કરી શકો આ કામ, આવશે નવું ફીચર

Bansari