GSTV
Home » News » India Vs WI: પ્રથમ ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 272 રનથી હરાવ્યું

India Vs WI: પ્રથમ ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 272 રનથી હરાવ્યું

ભારતે અહીં સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શનિવારે વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ઈનિંગ અને 272 રનથી હરાવ્યું હતું. ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં 9 વિકેટ ગુમાવી 649 રન કર્યા હતાં. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ ટીમ પ્રથમ ઈનિંગમાં 181 રન પર ઓલઆઉટ થઈ હતી અને બીજી ઈનિંગમાં સરેરાશ દોઢ દિવસમાં મહેમાન ટીમને 196 રન આપી ભારતીય ટીમે વિજય મેળવ્યો છે. મહેમાન ટીમ બીજી ઇનિંગમાં 50.5 ઓવર રમી. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 86 વર્ષના ઈતિહાસમાં ભારતની આ સૌથી મોટી જીત છે.

બીજી ઈનિંગમાં ભારત માટે કુલદીપ યાદવે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી 57 રન આપી પાંચ વિકેટ પ્રાપ્ત કરી છે. પ્રથમ ઈનિંગમાં સૌથી વધુ ચાર વિકેટ લેનાર રવિચંદ્રન અશ્વિને બીજી ઈનિંગમાં 2 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ લીધી હતી.

વેસ્ટ ઈન્ડિઝ માટે બીજી ઈનિંગમાં સલામી બેટ્સમેન કેરન પાવેલે સર્વાધિક 83 રન બનાવ્યાં. જેના માટે તેમણે 93 બોલમાં 8 ચોગ્ગા તથા 4 છગ્ગા લગાવ્યાં. વેસ્ટ ઈન્ડિઝ માટે પ્રથમ ઈનિંગમાં રોસ્ટન ચેજે 53 અને કીમો પૉલે 47 રન બનાવ્યાં. ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં કેપ્ટન વિરાટ કોહલીએ 139, પૃથ્વીએ 134, જાડેજાએ અણનમ 100, પુજારાએ 86 રનની ઈનિંગ રમી હતી. અને આ જ કારણે મહેમાન ટીમ પહાડ જેવો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહીં હતી.

Related posts

આ શું બોલી ગયા યુપીનાં ખાન? મોબ લિન્ચિંગ વિશે ફાયરબ્રાન્ડ સાંસદ આઝમ ખાને આપ્યું આ નિવેદન

Riyaz Parmar

રેવાના નામે રાજનીતિ : મધ્યપ્રદેશ અને ગુજરાતની સરકાર વચ્ચે તલવારો ખેંચાઈ

Mayur

ધોનીનો મોટો નિર્ણય, આગામી 2 મહિના સૈનિકો સાથે રહેશે, વેસ્ટઇન્ડીઝના પ્રવાસે નહી જાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!