ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 ડિસેમ્બરથી વન ડે સીરીઝનો આરંભ થઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે ભારત એ અને બાંગ્લાદેશ એ વચ્ચે અનૌપચારિક ટેસ્ટ મેચ રમાઈ રહી છે જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેના પગલે બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 112 રનમાં જ સમેટાઈ ગઈ હતી જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ બીજા દિવસની રમતના અંતે પહેડ જેવા સ્કોર ખડક્યો છે. ટીમ ઈન્ડિયા-A 117 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 404 રન બનાવ્યા છે જેમાં ઓપનર બંને બેટ્સમેને શાનદારા સેન્ચુરી ફટકારી છે બીજી તરફ ટીમ ઈન્ડિયાએ 292 રનની લીડ મેળવી લીધી છે.

યશસ્વી જયસ્વાલે અને અભિમન્યુ ઈશ્વરને પ્રથમ વિકેટ માટે 283 રનની ભાગીદારી કરી હતી જેમાં જયસ્વાલે 145 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વીએ 216 બોલમાં 20 ફોર અને અને એક સિક્સની મદદથી 145 રન બનાવ્યા હતા. જ્યારે અભિમન્યુ 255 બોલમાં 11 ફોર અને એક સિક્સની મદદથી 142 રન બનાવ્યા હતા.
ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન
ઈન્ડિયા-એ તરફથી આ મેચમાં સૌરભ કુમારે ચાર વિકેટ ખેરવી હતી. સૌરભે 8 ઓવર માત્ર 23 રન આપીને ચાર વિકેટ લીધી હતી. સૌરભ સિવાય નવદીપ સૈનીએ પણ 10 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા. આ સિવાય મુકેશ કુમારે 2, અતિત શેઠને 1 વિકેટ મળી હતી પરિણામે બાંગ્લાદેશની આખી ટીમ માત્ર 112 રનમાં ખખડી ગઈ હતી.
બાંગ્લાદેશ-A તરફથી મુસદ્દીક હુસૈને 63 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી, આ ઇનિંગના આધારે બાંગ્લાદેશ 112 રનના સ્કોર સુધી પહોંચી શક્યું હતું. બાંગ્લાદેશની અડધી ટીમ 26ના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી, બાદમાં મુસદ્દિકે એક છેડો સાચવી રાખીને હાફ સેન્ચુરી ફટકારી હતી.
READ ALSO
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું
- ભાણા સાથે લગ્ન કરવાની જીદ પર અડી 60 વર્ષની મામી, લગ્ન તોડાવીને ઉઠાવ્યું આ પગલું
- પાકિસ્તાનના વડા પ્રધાન માટે “આગે કૂવા પીછે ખાઈ“ જેવો ધાટ
- વજન ઘટાડવા માટે મધનો આ રીતે કરો ઉપયોગ, જાણો તેના ફાયદા વિશે
- અમદાવાદ / હોલ-પાર્ટીપ્લોટના બુકીંગથી AMCને એક વર્ષમાં થઇ 30 કરોડની આવક