GSTV
Home » News » અમેરિકાના મધ્ય-પશ્ચિમી ક્ષેત્રમાં થીજીવી દેતી ઠંડી, જનજીવન અસ્તવ્યસ્ત

અમેરિકાના મધ્ય-પશ્ચિમી ક્ષેત્રમાં થીજીવી દેતી ઠંડી, જનજીવન અસ્તવ્યસ્ત

અમેરિકાના મધ્ય-પશ્ચિમી ક્ષેત્રમાં થીજીવી દેતી ઠંડીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અંટાર્કટિકાથી પણ વધુ ઠંડી આ પ્રદેશોમાં પડી રહી છે. ઠંડને કારણે ઘણા લોકોના મોતના પણ અહેવાલ છે.

અમેરિકાના મધ્ય-પશ્ચિમી ક્ષેત્રોમાં ગાત્રો થીજવી દે તેવી અતિભયંકર ઠંડીનો પ્રકોપ છે. જેને કારણે જનજીવન પૂરી રીતે પ્રભાવિત થયું છે. અનેક શહેરોમાં નદીઓ થીજી ગઈ છે. ટ્રેનોના પાટાને ગરમ રાખવા માટે આગ લગાડી પડે છે. શિકાગોમાં તો અંટાર્કટિકાથી પણ વધારે ઠંડી પડી રહી છે. શિકાગોમાં સવારનું તાપમાન માઈનસ 30થી નીચે ઉતરી ગયું છે.

બર્ફિલા પવનને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. શિકાગોના બે મોટા એરપોર્ટ પર 1500તી વધુ ઉડાનો રદ કરી દેવાઈ છે તો રેલ સેવા પણ ઠપ થઈ ગઈ છે. રાષ્ટ્રીય હવામાન વિભાગનું કહેવું છે કે આવા મોસમમાં 10 મિનિટ પણ બહાર રહેવું ઘાતકરૂપ છે. અને ફ્રોસ્ટબાઈટ એટલે કે ઠંડીને કારણે શરીર અંગો સુના પડી જવાનો શિકાર બની શકે છે.

આ બધુ પોલર વોર્ટક્સ એટલે કે ઠંડી હવાઓને કારણે થયેલા આર્કટિક બ્લાસ્ટને પગલે થઈ રહ્યું છે. મોરક્કો તરફથી ગયેલી ગરમ હવાને કારણે ઉત્તરી ધ્રુવ પર ગર્મી વધી અને તેને કારણે આર્કટિકમાં બ્લાસ્ટ થયો. ને તાપમાન થીજી જવાના સ્તરથી પણ નીચે પહોંચી ગયું છે. દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન અમેરિકામાં ભયંકર ઠંડી પડે છે. પરંતુ આ વર્ષની ઠંડીને ઐતિહાસિક કહેવાઈ રહ્યું છે. હવામાન વિભાગના અધિકારીએ લોકોને ચેતવણી આપી છે કે ઘરની બહાર જવું હોય તો ઉંડા શ્વાસ લેવા નહીં. અને ઓછામાં ઓછી વાત કરો.

શિકાગોમાં ટ્રેનોનું પરિચાલન ચાલુ રાખવા માટે પાટાની પાસે ગેસની મદદથી આગ સળવાઈ રહી છે. જેનાથી સ્ટીલ જામી ન જાય. તાપમાન એટલી હદે નીચે ઉતરી ગયું છે કે ઉકળતું પાણી હવામાં ફેંકતની સાથે જ થીજી જાય છે. ઘણી જગ્યાએ તો પાણી પર જામેલો બરફ ફાટવાની પણ ઘટનાઓ થઈ છે. જે કારણે લોકોને ભૂકંપના હળવા આંચકા જેવો પણ અનુભવ થાય છે.

Related posts

એમએમએસ કાંડ વાયરલ થયો હતો તે હિરોઈન બોલી મા બનવું છે પણ આ લાગે છે ડર

Path Shah

સાંસદનું રિપોર્ટ કાર્ડ: વિવાદો વચ્ચે કિરીટ સોલંકી પોતાનો ગઢ બચાવી શકશે ?

Arohi

પ્રિયંકાની સાસરીમાં રડતાં-રડતાં કોંગ્રેસી ઉમેદવાર બોલ્યા- હું બહારનો નથી, મારી તકલીફ સમજો, રાત્રે દવાઓ લઈને સવારે સભાઓ કરું છું

Bansari