GSTV

મહારાષ્ટ્રના હવામાનમાં અકળ ફેરફાર: વરસાદ સાથે ટાઢોડું

Last Updated on November 7, 2019 by Arohi

મુંબઇ સહિત મહારાષ્ટ્રના હવામાનમાં અકળ ફેરફાર થઇ રહ્યા છે.આમ તો હવામાન ખાતાએ ગઇ ૧૪,ઓક્ટોબરે મુંબઇ અને મહારાષ્ટ્રમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની સત્તાવાર જાહેરાત કરી છે.આમ છતાં હજુ મુંબઇ,નવી મુંબઇ અને થાણેમાં ગાજવીજ સાથે વર્ષા થઇ રહી છે.સાથોસાથ મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.

સમુદ્રકાંઠા પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું

હવામાન ખાતાનાં સૂત્રોએ એવો વરતારો આપ્યો હતો કે હાલ મહારાષ્ટ્રના સમુદ્રકાંઠા પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આવતા  ૪૮ કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ કોંકણ(મુંબઇ,થાણે,પાલઘર,રાયગઢ,રત્નાગિરિ,સિંધુદુર્ગ)માં વીજળીના કડકાભડાકા અને મેઘગર્જના સાથે હળવાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે.વળી,મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડા અને વિદર્ભનાં અમુક સ્થળોએ પણ છૂટોછવાયો વરસાદ વરસે તેવી સંભાવના છે.

આ વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યા ફેરફાર

આજે પુણે નજીકના વેલ્હેમાં ૨,પૌડ મુળશી-૨ અને મહાબળેશ્વરમાં ૧ સેન્ટીમીટર વર્ષા નોંધાઇ હતી.બીજીબાજુ આજે નાશિક,અહમદનગર,ઔરંગાબાદ અને ઉસ્માનાબાદમાં ઠંડકનો અનુભવ થયો હતો.લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મુંબઇમાં આવતા ૪૮ કલાક દરમિયાન  આકાશ વાદળિયું રહેશે.હળવાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે.

Read Also

Related posts

એક વ્યક્તિને 100થી વધુ સાપે ઘેરી લીધો, પાડોશીએ પોલીસને બોલાવી તો જોવા મળ્યો ચોંકાવનારો નજારો

Damini Patel

રસીકરણ/ દેશમાં અત્યાર સુધી 161 કરોડથી વધુ લોકોને અપાયો કોરોના વેક્સિન ડોઝ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડા

Bansari

આ સ્કીમમાં મળશે 30,000 રૂપિયા, કોણ માટે છે આ સ્કીમ અને કેવી રીતે કરવું અરજી; જાણો બધી ડીટેલ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!