GSTV
Health & Fitness Life Trending

ચેતવણી / વધુ સમય ભૂખ્યા રહેવાથી શરીરમાં વધી શકે છે આ ખતરનાક એસિડ, કાબુ મેળવવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

ભૂખ

શરીરમાં જયારે પ્યુરિન નામક પ્રોટીન વધુ હોવા પર યુરિક એસિડનું સ્તર વધી જાય છે. પહેલા આ સમયમાં ઉમરલાયક લોકોમાં વધુ યુરિક એસિડની સમસ્યા જોવા મળે છે. પરંતુ આજની જીવન શૈલીમાં કિશોરોને પણ આ સમસ્યા જોવા થાય છે. આ જ કારણે તેમને ઉઠવા-બેસવામાં પરેશાની, હંમેશા સાંધામાં તકલીફ અને આંગળીઓમાં સોજાની ફરિયાદ થઇ શકે છે. શરીરના સાંધામાં અને ટિશ્યુઝમાં યુરિક એસિડ વધુ માત્રામાં હોવાથી ઘણા લોકોને ગાઉટ નામની બીમારી થઇ શકે છે. રિસર્ચ અનુસાર, એવું પણ માનવામાં આવે છે કે જે લોકો વધુ ઉપવાસ રાખે છે એમના પણ જલ્દી યુરિક એસિડ વધે છે.

શું છે યુરિક એસિડ વધવાનું કારણ

એસિડ

એસિડ એક એવું કેમિકલ છે જે શરીરમાં ત્યારે બને છે જયારે શરીર પ્યુરિન નામનું કેમિકલનું સંસાધન કરે છે એટલે એને નાના-નાના ટુકડામાં તોડે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો મુજબ વધુ ઉપવાસ કરવાથી યુરિક એસિડનું લેવલ વધી શકે છે. ત્યાં જ માસ, ચિકન અને કલેજીના સેવનથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી જાય છે.

કેવી રીતે ઓળખો યુરિક એસિડ વધ્યું છે કે નહિ

ઘણી વખત યુરિક એસિડની માત્રા જાણવા માટે ડોક્ટર્સ યુરિન ટેસ્ટની સલાહ આપે છે. એ ઉપરાંત, બ્લડ ટેસ્ટ દ્વારા પણ જાણી શકાય છે. આ બ્લડ ટેસ્ટ ભૂખ પેટે કરવાની સલાહ આપવામાં આવે છે જેથી કોઈ પણ વસ્તુ તમારા ટેસ્ટ રિઝલ્ટને પ્રભાવિત ન કરી શકે. જણાવી દઈએ કે શરીરમાં યુરિક એસિડનું નોર્મલ રેન્જ મહિલાઓ, પુરુષો અને બાળકોમાં અલગ અલગ હોય છે.

કઈ વાતોની ધ્યાન રાખવું જરૂરી

જો તમારા શરીરમાં યુરિક એસિડ વધુ માત્રામાં હાજર છે તો ફ્રૂકટોઝ વાળા ભોજનથી શરીરમાં યુરિક એસિડ વધે છે. એમાં ધ્યાન રાખો. સમુદ્રી ભોજન, જેવા કે ઝીંગા, કેકડા અને ટૂના જેવી સામાન્ય માછલી ખાવાથી પણ યુરિક એસિડની માત્રા વધે છે. એની સાથે જ, લોકોએ પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઈએ. કોશિશ કરો કે તરલ પદાર્થ જેવા કે ફળોના જ્યુસ, નારિયેળ પાણી અને ગ્રીન ટીનને મહત્વ આપો. એનાથી શરીરમાં વિષેલા પદાર્થ યુરિન દ્વારા બહાર કાઢવામાં આવે છે.

Read Also

Related posts

Phobia / જાણો માણસોમાં રહેલા 6 અજીબોગરીબ ફોબિયા વિશે, જે સામાન્ય લોકોના ડરથી છે બિલકુલ અલગ

GSTV Web Desk

Amul Milk Price: શું વધવાની છે Amul દૂધની કિંમત? જાણો કંપનીએ શું જવાબ આપ્યો

GSTV Web Desk

બિગ બોસના ઘરમાં અર્ચના અને સાજિદ ખાન વચ્ચે ઝઘડો, સલમાન ખાને શોમાં બંનેને ખખડાવ્યા

Akib Chhipa
GSTV