GSTV

અમદાવાદ: ગાડીનો કાચ તોડી સીટ પર પડેલા 14 લાખ રૂપિયા લઇ લૂંટારો ફરાર

અમદાવાદમાં નવા નરોડામાં એક ખાંડના વેપારીને લૂંટી લેવાયો. કારનો કાચ તોડીને ડ્રાઇવરની બાજુની સીટમાં પડેલી 14 લાખ રૂપિયાની બેગ લઇને લૂંટારો ફરાર થઇ ગયા. આ વેપારી બાપુનગરની આંગડીયા પેઢીમાંથી પૈસા ભરેલી બેગ લઇને કારમાં જઇ રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. જે અંગે નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં વધતી જતી ચોરી અને લૂંટની ઘટનાઓ

બનાસકાંઠામાં 4 લાખની લૂંટ

બનાસકાંઠાના શિહોરી બજારમાં દુકાન વધાવીને ઘરે જતા વેપારીને લૂંટી લેવાયા. બાઇક પર આવેલા ચાર શખ્સોએ આ વેપારી પાસે રહેલા રૂપિયા 4 લાખને લૂંટી લીધા હતા. આ સમગ્ર ઘટનાની શિહોરી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

દાહોદમાં લોકોએ ચોરોને આપ્યો મેથીપાક

દાહોદના ઝાલોદ રોડ પર જીરુવાલા કંપાઉન્ડમાં ઘૂસેલા 3 તસ્કરોને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યા. બંધ મકાનમાં ચોરી કરવા આવેલા ત્રણેય તસ્કરોને સ્થાનિકોએ ઝડપી લઇને બરાબરનો મેથીપાક આપ્યો હતો જે બાદ ત્રણેય શખ્સોને પોલીસ હવાલે કરાયા હતા.

Read Also

Related posts

સરહદી પંથક વાવના પાડણ ગામે ઉઠ્યો પાણીનો પોકાર, કેનાલ હોવા છતાં ખેડૂતોને નથી મળતું પાણી

Nilesh Jethva

ગીરના બાળ માલધારીની અદભૂત ગાયકીનો વીડિયો વાયરલ, ગાયો અને ભેંસો ચરાવતી વખતે બોલાવી દુહા છંદની રમઝટ

Nilesh Jethva

ભાજપના માજી મંત્રીના વાઇરલ વિડિયો અંગે આદિવાસી સમાજમાં રોષ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!