GSTV
Home » News » અમેરિકા અને ઇરાનની વચ્ચે વધી રહેલો તણાવ, ગલ્ફ યુદ્ધનાં ભણકારા?

અમેરિકા અને ઇરાનની વચ્ચે વધી રહેલો તણાવ, ગલ્ફ યુદ્ધનાં ભણકારા?

અમેરિકા અને ઇરાનની વચ્ચે વધી રહેલા તણાવને જોતા યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.. આ સ્થિતિમાં અમેરિકાના એક નિર્ણયે સૌને વિચારવા પણ મજબૂર કરી દીધા છે.. અમેરિકાએ ઇરાકમાંથી પોતાના અધિકારીએ સ્વદેશ પરત ફરવા આદેશ કર્યો છે..

ઇરાન સાથે વધી રહેલા તણાવની વચ્ચે પશ્ચિમ એશિયામાં પોતાની સ્થિતિ મજબૂત કરવા અને કોઇ પણ ઇમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવા માટેની તૈયારી અમેરિકાએ શરૂ કરી દીધી છે.. અમેરિકાએ ઇરાક ખાતેના પોતાના અધિકારીઓને પરત બોલાવી લીધા છે.. નોન-ઇમરજન્સી અમેરિકન ઓફિસર્સને ટ્રમ્પ સરકારે પરત ફરવાનો આદેશ આપ્યો છે.. સાઉદી અરબના બે ઓઇલ ટેન્કરો પર યુએઇના સમુદ્ર કિનારે થયેલા હુમલા બાદ બંને દેશોની વચ્ચે તણાવ ઉગ્ર બન્યો છે.. જો કે ઇરાને આ હુમલામાં તેની ભૂમિકાનો ઇન્કાર કર્યો.. અને વિદેશી તાકાતનું ષડયંત્ર ગણાવ્યું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઇમ્સની ઇરાનની વિરૂદ્ધ યુદ્ધની તૈયારીનો રિપોર્ટ ફગાવી દીધો છે. જ્યારે રિપોર્ટમાં અમેરિકાના ટોચના સુરક્ષા અધિકારીને ટાંકીને દાવો કરવામાં આવ્યો કે ઇરાનનો મુકાબલો કરવા માટે મધ્ય-પૂર્વમાં આશરે એક લાખ 20 હજાર અમેરિકન સૈનિકોને મોકલવાની યોજના પર વિચારણા કરાઇ રહી છે.. અમેરિકા અને ઇરાનના સંબંધ છેલ્લા એક વર્ષમાં નીચલા લેવલે પહોંચી ગયા છે.. ઇરાનની વિરૂદ્ધ કડક વલણ અપનાવતા અમેરિકાએ પોતાના યુદ્ધ જહાજ યુએસએસ આરલિંગટન અને યુએસએસ અબ્રાહમ લિંકનને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં તૈનાત કર્યા છે..

જ્યારે અમેરિકાના રક્ષા સલાહકારે પહેલા જ કહ્યું હતુ કે અમેરિકાની વિરૂદ્ધ ઇરાન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.. ઇરાનના આક્રમણ કરવાની આશંકાનો હવાલો આપતા અમેરિકાએ પશ્ચિમ એશિયામાં પેટ્રિયોટ મિસાઇલ પણ તૈનાત કરી છે.. અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ અમેરિકન સૈનિકોની સુરક્ષાની સમિક્ષા કરવા માટે ઇરાકનો પ્રવાસ પણ કર્યો.

READ ALSO

Related posts

પીએમ મોદી અને સંઘ પ્રમુખની આજે નાગપુરમાં મુલાકાત, Bjpને બહુમત સૌથી મોટો વિવાદ

Bansari

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel

ટીએમસીના મમતાની આ ઉમેદવાર શા માટે મોજા પહેરીને લોકો સાથે હાથ મિલાવતી હતી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!