GSTV
Home » News » આતંકવાદી હુમલાની દહેશતને લઈને રાજ્યના દરિયાકાંઠે સુરક્ષા વધારાઈ

આતંકવાદી હુમલાની દહેશતને લઈને રાજ્યના દરિયાકાંઠે સુરક્ષા વધારાઈ

રાજયના દરિયાકાંઠે પણ સુરક્ષા વધારાઇ છે. વલસાડના દરિયાકાંઠે હેલિકોપ્ટરથી સઘન નિરિક્ષણ કરાઇ રહ્યુ છે. વલસાડ જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સાથે જ જિલ્લાના જાહેર માર્ગો પર પણ ચેકિંગ સઘન કરાયુ છે.

મોલ મલ્ટિપ્લેક્સમાં તપાસ કરાઇ રહી છે. તો બગવાડા ટોલનાકા સહિતના રાજયની મહારાષ્ટ્ર સાથેની બોર્ડરના રસ્તાઓ પર એસઆરપી જવાનોનો કાફલો ખડકાયો છે.

મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આઇબી દ્વારા આપવામાં આવેલા આતંકવાદી હુમલાની દહેશતને લઈને આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

READ ALSO

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

અમદાવાદના અમરાઈવાડીમાં થયેલી દુર્ઘટનાના બે સપ્તાહ થવા છતા નથી મળી સહાય

Nilesh Jethva

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!