GSTV
Gujarat Government Advertisement

4 વર્ષમાં 49,051 ચોરસ કિલોમીટર કૃષિ જમીનમાં ઘટાડો થયો, 50 લાખ ખેડૂત કુટુંબો બેકારીના ખપ્પરમાં હોમાયા

Last Updated on October 18, 2020 by Mansi Patel

કૃષિ એ ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. તેમાં ફ્રેક્ટર થાય તો દેશના અર્થતંત્ર બેહાલ થાય છે. દેશની 45 ટકા ગ્રામ્ય વસ્તીના 70 ટકા ગ્રામીણ લોકો આજીવિકા માટે કૃષિ પર નિર્ભર છે. જ્યારે, દેશની વાત કરીએ તો દેશના 82 ટકા ખેડૂત નાના અને સીમાંત છે. ખેતીમાં ઘટાડો થતાં એટલું ઉત્પાદન ઘટે છે. તેથી આયાત કરવી પડે છે અથવા જમીન પર બીજા પાકો માટેનું દબાણ વધે છે. એક ખેડૂત પાસે ભારતમાં સરેરાશ 2.5 એકર જમીન છે. તેનો મતલબ કે ખેડૂતો પાસેથી જમીન ઘટતાં તેઓ બેકાર બની રહ્યાં છે. તેઓ તે જમીન પર ખેતી કરી શકતા નથી. 1.21 કરોડ એકર જમીન ઘટી છે. 50 લાખ ટુટુંબોએ રોજગારી ગુમાવી છે એવું તેનું અર્થઘટન થઈ શકે છે.

કૃષિ જમીનમાં 49,051 ચોરસ કિલોમીટરનો થયો ઘટાડો

દેશ માટે ઉદ્યોગ કરતાં ખેતી મહત્વની છે. ખેતીના કારણે દેશના 50 ટકા લોકો નભે છે. આવી સ્થિતિમાં સરકારે દેશની ખેતીની જમીનને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. તેનો પૂરેપૂરો ઉપયોગ થાય તેવું આયોજન કરવું જોઈએ. પરંતુ તાજેતરમાં પ્રકાશિત સરકારી અહેવાલનાં આંકડામાં કૃષિ જમીન 2011-12માં 15,53,007 ચોરસ કિલોમીટર હતી, તે 2015-16 સુધીમાં ઘટીને 15,03,956 ચોરસ કિલોમીટર થઈ ગઈ. તે સ્પષ્ટ છે કે આ વર્ષો દરમિયાન, કૃષિ જમીનમાં 49,051 ચોરસ કિલોમીટરનો ઘટાડો થયો છે.

Gujarat Government Advertisement

Related posts

નિષ્ણાંતોના મતે / હર્ડ ઈમ્યુનિટી દ્વારા કોઈ પણ દેશને મહામારીમાંથી ના બચાવી શકાય, વાયરસ સામે માત્ર એક જ હથિયાર

Dhruv Brahmbhatt

ગુજરાતના આ બોલરની ટીમ ઇન્ડિયા દ્વારા ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પસંદગી, જાણો કોણ છે આ ખેલાડી

Dhruv Brahmbhatt

સંક્રમણના મુદ્દે સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોંગદનામું, હાલની પરિસ્થિતિ મુદ્દે જણાવી મહત્વની બાબતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!