GSTV
News World ટોપ સ્ટોરી

કોરોના મહામારી/ ચીનમાં કોરોનાના નવા 397 કેસ નોંધાયા, સમગ્ર શહેરમાં લોકડાઉન લદાયું

કોરોના

દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 453,464,764ને પાર કરી ગઇ છે અને કોરોનાનો કુલ મરણાંક 60,29,827 થયો છે. તેની સામે દુનિયામાં કોરોના રસીના કુલ 10,651,051,043 ડોઝ આપવામાં આવ્યા હોવાનું જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગે જણાવ્યું હતું.કોરોના મહામારીની સૌથી વધારે અસર યુએસમાં થઇ છે.

યુએસમાં કોરોનાના સૌથી વધારે 79,454,920 કેસો નોંધાયા છે અને કુલ કોરોના મરણાંક 9,65,464 નોંધાયો છે. દરમ્યાન રશિયામા કોરોનાના નવા 1,55,768 કેસો અને 667 મરણ નોંધાયા હતા.કોરોનાના કેસોની સંખ્યાની નજરે બીજા ક્રમે સૌથી વધારે કેસો ભારતમાં 42,984,261 નોંધાયા છે અને 5,15,714 જણાના મોત થયા છે.

બ્રાઝિલમાં કોરોનાના કુલ 29,259,206 કેસ અને 6,54,380 જણાના મરણ નોંધાયા હતા. યુએસમાં આજે કોરોનાના નવા 48,318 કેસ અને 1,645 મોત નોંધાયા હતા.જર્મનીમાં આજે કોરોનાના 1,78,049 કેસો અને 169 મરણ નોંધાયા હતા.

દક્ષિણ કોરિયામાં પણ કોરોનાના 2,82,976 કેસ અને 229ના મોત નોંધાયા હતા. જ્યાં કોરોનાના દોઢ કરોડ કરતાં વધારે કેસો નોંધાયા છે તેવા દેશોમાં ફ્રાન્સ 23,259,206,યુકે 19,600,293, રશિયા 16,943,915 અને જર્મની 16,814,429 નો સમાવેશ થાય છે.

બીજી તરફ ચીનમાં કોરોનાના 397 કેસ નોંધાવાને પગલે 90 લાખની વસ્તી ધરાવતાં ચાંગચૂન શહેરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને સમગ્ર શહેરના રહેવાસીઓનું માસ ટેસ્ટિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ચાંગચૂન શહેરની ફરતે આવેલા જિલિન પ્રાંતમાં કોરોનાના 98 કેસ નોંધાયા હતા. જ્યારે શહેરમાં તો માત્ર બે જ કેસ નોંધાયા હતા. ચીનની કોરોના મહામારી પ્રત્યેની ઝીરો ટોલરન્સ નીતિને કારણે કોઇપણ શહેરમાં કોરોનાના થોડા કેસો નોંધાય તો સમગ્ર શહેરમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવે છે.

ચીનના પ્રિમિયર લી કાકિંયાંગે સરકારની બે વર્ષ જૂની ઝીરો ટોલરન્સ નીતિમાં સુધારો લાવવાનો કોઇ નિર્દેશ આપ્યો નહોતો. દરમ્યાન યુએસએમાં વિમાન પ્રવાસ અને જાહેર પરિવહનમાં પ્રવાસ કરતી વખતે માસ્ક પહેરી રાખવાનો નિયમ જે 18 માર્ચે સમાપ્ત થવાનો હતો તેને વધુ એક મહિના માટે લંબાવવામાં આવતા હવે 18 એપ્રિલ સુધી લોકોએ જાહેર પરિવહનમાં માસ્ક પહેરવા પડશે.

ડેમોક્રેટિક રાજ્યોમાં ઇન્ડોર સેટિંગમાં માસ્ક પહેરવા બાબતે ગવર્નર્સ દ્વારા છૂટ આપવામાં આવી તેને પગલે એવો સવાલ ઉભો કરવામાં આવ્યો હતો કે જ્યારે ફિલ્મો જોવા માટે સિનેમાગૃહોમાં અને સ્પોર્ટસ એરેનામાં માસ્ક વિના લોકોને તેમાં પ્રવેશ આપવામાં આવે છે તો જાહેર પરિવહનમાં શા માટે માસ્ક પહેરવાનો આગ્રહ રાખવામાં આવે છે.

Read Also

Related posts

‘ભાભી તરીકે, તે…’: ભાજપમાંથી ચૂંટણી લડતી રિવાબા પર રવિન્દ્ર જાડેજાની કોંગ્રેસી બહેનનું નિવેદન

pratikshah

LIVE! ગુજરાત ચૂંટણી/ દાળીયા ગામે બોગસ મતદાન થયુ હોવાનો રીબડા જૂથનો આક્ષેપ, ગોંડલમાં લોખંડી બંદોબસ્ત

pratikshah

Gujarat Election : VIP રેલીઓમાં ડ્રોન વિરોધી બંદૂકો તૈનાત કરવામાં આવશે, પીએમની રેલીમાં આવી ઘટના બની

Nakulsinh Gohil
GSTV