GSTV
Home » News » ભારતના કડક વલણથી પાકની વધી મુશ્કેલી, સરહદ પર વધારી જવાનોની સંખ્યા

ભારતના કડક વલણથી પાકની વધી મુશ્કેલી, સરહદ પર વધારી જવાનોની સંખ્યા

india pakistan news

ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ઓછો થવાનું નામ લઇ રહ્યું નથી. આતંકવાદની વિરૂદ્ધ ભારત સતત કડક વલણ અપનાવી રહ્યું છે તેથી પાકિસ્તાની સેનાને મુશ્કેલી પડી રહી છે. આ જ કારણોસર પાકિસ્તાને પોતાની સેનાનો સરહદે ખડકલો કરી દીધો છે. સૂત્રો મુજબ પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરમાં એલઓસી અને પંજાબ બોર્ડર પણ મોટી સંખ્યામાં સેના તૈનાત કરી દીધી છે. પાકિસ્તાન સતત સરહદ પર જવાનોની સંખ્યા વધારી રહ્યું છે.

સૂત્રો મુજબ પાકિસ્તાની સેના પહેલા જ જમ્મુ-કાશ્મીર સરહદે સેના તૈનાત કરી દીધી છે. હવે પંજાબ વિસ્તારમાં પણ સૈન્ય હલચલ વધી ગઇ છે. ગુપ્તચર વિભાગના રિપોર્ટ મુજબ પાકિસ્તાની સેનાની ચાર કોર્પ્સ અને 10 કોર્પ્સવાળા વિસ્તારમાં તૈનાતી વધારાઇ છે. 4 કોર્પ્સનું હેડક્વાર્ટર લાહોરમાં છે. જે પંજાબ બોર્ડની આસપાસની સુરક્ષા સંભાળે છે. જ્યારે કે 10 કોર્પ્સનું હેડકર્વાટર રાવલપિંડીમાં છે. ત્યાં પણ ઘણી હલચલ જોવા મળી રહી છે.

india pakistan trade

સૂત્રો મુજબ આ બંને હેડકર્વાટરના આશરે 50 ટકા જવાન બોર્ડર તરફ આગળ વધી ચુક્યા છે. જેમાંથી મોટાભાગના બખ્તરબંધ વાહનો અને આર્ટિલરી જેવા હથિયાર સામેલ છે. તો બીજી તરફ ભારતીય સેનાને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. પુલવામા હુમલા બાદ ભારતે કરેલી પાકિસ્તાનમાં કરેલી એરસ્ટ્રાઇક બાદથી બંને દેશોની વચ્ચે તણાવ ઉગ્ર બન્યો છે.

Read Also

Related posts

દેશના લોકો કહી રહ્યા છે ‘ફિર એક બાર મોદી સરકાર’ : પ્રધાનમંત્રી

Arohi

PM મોદીના ઉમેદવારી પત્ર ભર્યા પહેલા શાહે બોલાવી બેઠક, આ દિગ્ગજો છે હાજર

Arohi

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા વારાણસી, સૌ પ્રથમ કાળભૈરવ પહોંચી કર્યા દર્શન

Arohi