GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

વિસ્તારવાદી ચીનનાં ફળનો ઘર આંગણે વધતો વિસ્તાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં આ ફ્રૂટનું વધી રહ્યુ છે વાવેતર

દેશભરમાં ચીન અને તેની વિસ્તારવાદી નીતિનો ભારે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે તે પણ વાસ્તવિકતા છે કે, છેલ્લા થોડા વર્ષથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર વધી રહ્યુ છે. મૂળ તો વિયેતનામથી આ ફ્રૂટની શરૂઆત થયા બાદ દુનિયાભરમાં હવે તેનું વાવેતર શરૂ થયું છે. ચીન, મ્યાનમાર, થાઈલેન્ડ સહિતનાં દેશોમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર મોટાપાયે થઈ રહ્યુ છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર -ગુજરાત પણ તેમાંથી બાકાત નથી રહ્યુ.

ખેડૂતો માટે આ રોકડીયો પાક

ઉલ્લેખનીય છે કે, ડ્રેગન ફ્રૂટ એક ઉતમ ઓૈષધીનાં રૂપમાં ખરીદવામાં આવે છે. દિલ્હી, કોલકાતા, મુંબઈ અને અમદાવાદ જેવા મેટ્રો શહેરોનાં મોલમાં ઉંચા દામ આપી ખરીદી કરવાવાળો એક મોટો વર્ગ છે. એક કિલોનાં રૂ. ૩૦૦ ની આસપાસ તે વેચાય છે. લોહીની ઉણપ અને ડેંગ્યુનાં દર્દી માટે પ્લેટલેટ વધારવામાં અકસીર એવા ડ્રેગન ફ્રૂટની માંગ સતત વધી રહી છે. ખેડૂતો માટે આ રોકડીયો પાક છે. મૂળ તો આ રણ પ્રદેશની ચીજ છે એટલે ઓછા પાણીએ તે ઉગે છે એટલે સૌરાષ્ટ્ર – કચ્છનાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટ તરફ વળી રહ્યા છે. વેપારીઓ સીધા ખેતરેથી માલ લઈ જતા હોવાથી ખેડૂતોને વેચવા માટે બહુ મહેનત કરવી પડતી નથી.

આ ફ્રૂટ પિતાયાથી પણ ઓળખાય

સૌરાષ્ટ્રમાં પડધરી, કેશોદ, મોરબી, મેંદરડા, રાજકોટ નજીક માધાપર, કાલાવડ તાલુકા સહિતનાં ગામોમાં અને કચ્છમાં રાપરમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર જોવા મળી રહ્યું છે. કેટલાક આ ફ્રૂટને પિતાયાથી પણ ઓળખે છે. વાડી – ખેતરનાં શેઢે – પાળા પર સિમેન્ટનાં પોલની મદદથી ડ્રેગન ફ્રૂટના વેલાને ચડાવવામાં આવે છે. એક જ વાર ખર્ચ કર્યા બાદ વર્ષો સુધી તે છોડમાંથી કમાણી થતી રહે છે. સાથે જ દર વર્ષે વાવેતરની ઝંઝટ ખેડૂતોને રહેતી નથી.

ખેડૂતો આ વાવેતર તરફ વળ્યા

મેંદરડા તાલુકાના રોજસર ગામમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરનાર ખેડૂતનાં જણાંવ્યા મુજબ જૂનથી પાક આવવાની શરૂઆત થઈ જાય છે પાંચેક મહિના સુધી લગાતાર ડ્રેગન ફ્રૂટની કમાણી થતી રહે છે. લાલ અને સફેદ બે પ્રકારનાં ડ્રેગન ફ્રૂટ હોય છે પણ સૌરાષ્ટ્રમાં મોટાભાગે લાલ – ગુલાબી કલરનાં વધુ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક વર્ષથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર વધી રહ્યુ છે. ખેડૂતોને શરૂઆતનાં એક વર્ષ મહેનત કરવાની રહે છે પછી દસ – પંદર વર્ષ સુધી કમાણી થતી રહે છે. ડ્રેગન ફ્રૂટનાં વાવેતરમાં રોગનું કોઈ જોખમ નથી અને ભાવ પણ સારા આવતા હોવાથી વધુ ને વધુ ખેડૂતો આ વાવેતર તરફ વળ્યા છે.

READ ALSO

Related posts

ચંદ્રગ્રહણ બાદ શરૂ થઈ રહ્યો છે શ્રાવણ માસ, આ 5 રાશિઓ માટે બનશે શુભ ધન યોગ

Ankita Trada

લોકડાઉનમાં હામ હારી ગયો છું, ત્રણ મહિનાથી ધંધો નથી, આવી કપરી પરિસ્થિતિમાં દિવસો કેમ કાઢવા

Nilesh Jethva

શાહપુરનાં યુવકે બુલેટ બાઇકમાંથી બનાવી અનોખી એમ્બ્યુલન્સ, પાડોશી રાજ્યની ખાનગી હોસ્પિટલે આપ્યો 50 બાઈકનો ઓર્ડર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!