ગુજરાતમાં મતદાનની જાગૃતા વધી એ વ્હેમ છે, 1960થી 2014નાં આકડા પર જરા નજર તો નાખો

Election Commission

ગુજરાતની સ્થાપના પછી 1960થી 2014 દરમ્યાન થયેલી લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ 63.77 ટકા મતદાન 1969માં અને સૌથી ઓછું 35.92 ટકા 1996ના વર્ષમાં થયું હતું. સૌથી વધુ 577 ઉમેદવારો 1996ની લોકસભાની ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. ગુજરાતમાં લોકસભાનો રાજકીય ઇતિહાસ જોઇએ તો બેઠકોની સંખ્યા 1977માં 24થી વઘીને 26 થઇ હતી. 1962માં લોકસભાની 22 બેઠકો હતી.

1967ની ચૂંટણીમાં માત્ર 80 ઉમેદવારો મેદાનમાં હતા. 1960માં ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના થઇ ત્યારથી 2014 સુધીની લોકસભા ચૂંટણીઓમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને સંસદમાં પ્રતિનિધિત્વ કરવા પોતાના મતક્ષેત્રના ઉમેદવારને ચૂંટીને મોકલ્યા છે. 1967માં યોજાયેલી લોકસભા ચૂંટણી સમયે રાજ્યમાં 1,06,92,948 મતદારો હતા અને 63.77 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ સૌથી વધુ 63.66 ટકા મતદાન 2014ની લોકસભા ચૂંટણીમાં થયું હતું, તે સમયે રાજ્યમાં 4.06 કરોડ મતદારો હતા.

2019ની લોકસભાની ચૂંટણીમાં 4.47 કરોડ મતદારો મતદાનનો અધિકાર ધરાવે છે જે પૈકી 80 વર્ષથી ઉપરના મતદારોની સંખ્યા 7.38 લાખ થવા જાય છે. છેલ્લા એક વર્ષમાં મતદારોની સંખ્યામાં 6.69 લાખ મતદારોનો વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 10.69 લાખ મતદારો ઉમેરાયા છે, જ્યારે 3.77 લાખ મતદારો ઓછા થયાં છે એટલે કે મતદારોની સંખ્યામાં 6.69 લાખનો વધારો થયો છે. ગુજરાતની વસતી 6.25 કરોડ છે જ્યારે તેના મતદારોની સંખ્યા 4.47 કરોડ સુધી પહોંચી છે.

31મી જાન્યુઆરી 2019ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 10,69,239 મતદારોના નામ દાખલ કરવામાં આવ્યા છે જે પૈકી 18થી 19 વર્ષના મતદારોની સંખ્યા 466320 થવા જાય છે. આ યુવાનો લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર મતદાન કરશે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ મતદારો પૈકી પુરૂષ મતદારોની સંખ્યા 23255937 થઇ છે જ્યારે 21487769 મહિલા મતદારો છે. રાજ્યમાં 1053 ત્રીજી જાતિના મતદારો છે જેમને પણ મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter