GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

અમદાવાદમાં અનલૉક વન જાહેર થતા પેટ્રોલ અને ડિઝલના વેચાણમાં થયો સરેરાશ 50%નો વધારો

ST બસ

લોકડાઉનના કારણે પેટ્રોલ અને ડિલઝનુ વેચાણ ઘટી ગયું હતુ. બે મહિના બાદ મોટાભાગની છૂટછાટ મળતા ફરીથી પેટ્રોલ અને ડિઝનના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉન દરમિયાન અમદાવાદમાં પેટ્રોલનું 15 ટકા અને ડિઝલનું 20 ટકા વેચાણ થતુ હતુ. પરંતુ અમદાવાદમાં અનલૉક વન જાહેર થતા પેટ્રોલ અને ડિઝલના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. અનલૉક વનમાં અમદાવાદમાં સરેરાશ વેચાણમાં 50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

પેટ્રોલ અને ડિઝલના આ રાજ્યમાં આ તારીખથી વધશે ભાવ

લોકડાઉન-4.0માં રાહત આપવામાં આવી છે. ઘણા રાજ્યોએ જાહેર અને ખાનગી પરિવહન શરૂ થઈ જતાં બળતણની માંગમાં વધારો થયો છે. લોકડાઉનના કારણે દેશભરમાં જાહેર અને ખાનગી પરિવહન પર પ્રતિબંધને કારણે એપ્રિલમાં બળતણની માંગમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો છે. ઘણા રાજ્યો તાજેતરમાં જ VAT વધારી બળતણ મોંઘુ કરી દીધું અને હવે આ જ યાદીમાં મિઝોરમ પણ જોડાયું છે.

ઘણા રાજ્યોએ વધાર્યો છે વેટ

મિઝોરમ સરકારે 1 જૂનથી પેટ્રોલ પર 2.5 ટકા અને ડીઝલ પર 5 ટકાનો વેટ વધારવાની જાહેરાત કરી છે, ત્યારબાદ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થશે. ઘણા રાજ્યોએ વધાર્યો છે. VAT લોકડાઉન દરમિયાન દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, કર્ણાટક અને આસામ અને ઓડિશામાં પેટ્રોલ અને ડિઝલ પર વેટ વધારાયો છે. જેના કારણે રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલની કિંમતો વધી ગઈ હતી.

વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલનો લાભ લેવા માટે ભારત હવે યુએસમાં ક્રૂડ ઓઇલ સ્ટોર કરવાના વિકલ્પ પર વિચારણા કરી રહ્યું છે. ભારતમાં હાજર તમામ સ્થાનિક સંગ્રહ સંપૂર્ણપણે પરવડી શકે તેવા નથી. ઓસ્ટ્રેલિયા પણ યુએસએમાં ક્રૂડ સ્ટોર કરવાની વિચારણા કરી રહ્યું છે. ગયા મહિને ઓસ્ટ્રેલિયાએ ભારત જેવા પગલાંની નીતિની જાહેરાત કરી હતી. સસ્તા ક્રૂડ તેલનો લાભ લેવા ઓસ્ટ્રેલિયા પણ યુ.એસ. સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ અનામતમાં ક્રૂડ તેલ સ્ટોર કરવા માગે છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં 40 ટકાનો વધુ ઘટાડો

ભારતના પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, “અમે અમારા રોકાણને બીજા દેશમાં સ્ટોર કરવાની સંભાવનાઓ શોધી રહ્યા છીએ. અમેરિકામાં આવી શક્યતાઓ જોઈ રહ્યા છીએ. જ્યાં સસ્તા ક્રૂડ તેલનો સંગ્રહ કરી શકાય.” 2020 માં અત્યાર સુધીમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 40 ટકાનો વધુ ઘટાડો થયો છે.

READ ALSO

Related posts

દેશમાં કોરોનાનો આંક 8 લાખને પાર, સરકારે કહ્યું ચિંતા ના કરો આ તો સામાન્ય છે

Harshad Patel

એક જ અઠવાડિયામાં 10 લાખનો આંક વટાવી જશે ભારત, કોરોનાના કેસ સરકારની કાબૂ બહાર

Harshad Patel

ફોટો જોઈને તમે ઓળખી પણ નહીં શકો, સ્કૂલના દિવસોમાં કંઈક આવી દેખાતી હતી આ અભિનેત્રી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!