GSTV

સાતમો પગારપંચ / નાણાકીય મંત્રાલયે આપી સરકારી કર્મચારીઓને તહેવારની ભેંટ, મોંઘવારી ભથ્થામા આપ્યો વધારો

Last Updated on October 26, 2021 by Zainul Ansari

કેન્દ્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. નાણાં મંત્રાલયે કહ્યું છે કે, કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામા મૂળભૂત પગારના 28 ટકાથી વધારીને 31 ટકા કરવામાં આવ્યું છે અને તે 1 જુલાઈ, 2021થી અમલીકરણમા આવી ગયું છે. ત્યારે તહેવારના સમયે આ ખુશખબરી મળતા કર્મચારીઓ ખુશીની લહેર છવાઈ ગઈ છે.

સશસ્ત્ર દળો અને રેલ્વે કર્મચારીઓ માટે અલગ આદેશ જારી કરવામાં આવશે :

ડીએમાં વધારો એ સંરક્ષણ સેવાઓમાંથી પગાર મેળવતા કર્મચારીઓને જ મળશે. બીજી તરફ સંરક્ષણ દળોના અને રેલ્વેના કર્મચારીઓ માટે રક્ષા અને રેલ મંત્રાલય જુદા-જુદા આદેશ જારી કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે ગયા અઠવાડિયે સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ૩ ટકા અને પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં ૩ ટકાના વધારાને મંજૂરી આપી હતી.

ડીએમા વધારાના કારણે રાજકોષ પર પડશે 9,488 કરોડનો બોજ :

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ 47.14 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. મોદી સરકારે આ વર્ષે જુલાઈમાં જ મોંઘવારી ભથ્થાનો દર ૧૭ ટકાથી વધારીને ૨૮ ટકા કર્યો હતો. હવે તેમાં ફરી એકવાર ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આનાથી સરકારી કર્મચારીઓનો ડીએ દર વધીને ૩૧ ટકા થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે તાજેતરમાં કહ્યું હતું કે, મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને કારણે સરકારી તિજોરી પર કુલ 9,488.70 કરોડ રૂપિયાની અસર થશે.

money

ડીએ કેટલું વધશે?

જો તમારો બેઝિક પગાર 18,000 રૂપિયા છે તો હાલ તમને 28 ટકાના દરે 5,030 રૂપિયા ડીએ મળી રહી છે. હવે તેમાં ૩ ટકાનો વધારો થયો છે એટલે તમને ૫,૫૮૦ રૂપિયા ડીએ મળશે. બીજા શબ્દોમાં કહીએ તો કર્મચારીઓનો 18 હજાર રૂપિયાનો બેઝિક પગાર હશે તો 540 રૂપિયાનો ડીએ વધારે મળશે.

Read Also

Related posts

NHAI Recruitment / ગ્રેજ્યુએટ્સ માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણમાં નોકરી કરવાની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

Zainul Ansari

ઓલ્ડ ઇઝ ગોલ્ડ / તમારી પાસે પણ છે આ 2 રૂપિયાનો સિક્કો? તો તમે પણ થઇ શકો છો માલામાલ, જાણો કેવી રીતે

Vishvesh Dave

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!