GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

રૂપાણી સરકારની વધી મુશ્કેલી : છોટાઉદેપુર સજ્જડ બંધ, હવે ટ્રેન રોકાઈ

છોટાઉદેપુર જિલ્લામાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. જિલ્લાના તમામ છ તાલુકાઓમાં બંધની સજ્જડ અસર જોવા મળી રહી છે…રાઠવા સમાજ દ્રારા આદિજાતિના દાખલાની કેટલાય દિવસથી માંગણી કરવામાં આવી રહી છે. જો કે સરકાર તરફથી યોગ્ય પગલાં ભરવામાં ના આવતા આખરે તેમણે જિલ્લા બંધનું એલાન આપ્યું છે. જેને પગલે આજ રોજ જિલ્લાનું વડુ મથક બોડેલી સજ્જડ બંધ રહ્યું તો નસવાડી, સંખેડા કવાંટ, પાવીજેતપુર, છોટાઉદેપુરના તમામ બજારો બંધ જોવા મળી રહ્યા છે.

સાથે જ બોડેલી અને પાવીજેતપુરમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો. તો કેટલીયે જગ્યાએ ટાયરો સળગાવી વિરોધ દર્શાવ્યો હતો. તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે . બસ સુવિધા પણ બંધ કરાવવામાં આવતા મુસાફરો એસટી ડેપોમાં અટવાયા છે. તમામ વર્ગના લોકોએ રાઠવા સમાજના આહવાનને ટેકો આપ્યો હતો છે. તો અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો વિધાનસભાની ઘેરાબંધી કરવામાં આવશે.

છોટાઉદેપુર બંધથી લોકોને ભારે હાલાકી

છોટાઉદેપુર જિલ્લામાં બંધને પગલે સાવચેતીના ભાગરૂપે બોડેલી અને છોટાઉદેપુર ડેપો દ્વારા બસની તમામ ટ્રીપો બંધ રાખવામાં આવી છે. જેને પગલે અનેક મુસાફરો અટવાઇ ગયા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં ધો.11 અને 12ની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. લોકરક્ષક દળની ભરતીમાં રાઠવા સમાજના ઉમેદવારોને ઉચ્ચ મેરિટ હોવા છતાં પસંદગી ન કરાતા છોટાઉદેપુર જિલ્લામાં સમસ્ત આદિવાસી રાઠવા સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે આજે છોટાઉદેપુર જિલ્લાના રાઠવા સમાજની વસ્તી ધરાવતા તમામ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી છે. બોડેલી પાસે વડોદરા-છોટાઉદેપુર ટ્રેનને રોકીને યુવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

READ ALSO

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva

લોકડાઉન : અમદાવાદ શહેરમાં કોન્ડોમના વેચાણમાં ૧૦૦ ટકાનો ઉછાળો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!