GSTV

હીરા ઉદ્યોગ માથે સંકટ: વેપારીઓની મુશ્કેલીઓ વધી, કેટલાય સમયથી પગાર વધારો ન થતાં મજૂરો નોકરી છોડી વતન તરફ રવાના થયાં

Last Updated on July 27, 2021 by Pravin Makwana

ગુજરાતની આર્થિક રાજધાની કહેવાતા સૂરત જિલ્લામાં હીરાનો બિઝનેસમાં હાલ મજૂરોની ભારે કમી વર્તાઈ રહી છે. કારણ કે હીરાના બિઝનેસમાં મજૂરોના વેતન વધારાનો મુદ્દો ભારે ટલ્લે ચડ્યો છે. આ જ કારણ છે કે, આ ધંધામાં શામેલ લોકો હવે અહીંથી નોકરીઓ છોડી રહ્યા છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી મજૂરોના પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

હકીકતમાં જોઈએ તો, દુનિયાભરમાં જેમ જેમ કોરોનાના કેસો વધતા જાય છે. તેમ તેમ હીરાનો બિઝનેસ પણ વધતો જાય છે. ડાયમંડ વર્કર્સ યુનિયનનું કહેવુ છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં પોલિશ કરવામાં આવેલા હીરાની માગ વધી રહી છે. જેનાથી પોલિશ કરેલા હીરા અને આભૂષણોની નિકાસ વધી છે. પણ સુરતના હીરા મજૂરોને તેનો કોઈ ફાયદો થયો નથી. કારણ કે હીરાનો બિઝનેસ વધવા છતાં પણ મજૂરોના પગાર વધ્યા નથી. યુનિયને આરોપ લગાવ્યો છે કે, લોકડાઉન દરમિયાન મજૂરોને કોઈ વેતન આપ્યા નહીં. જેનાથી ઉદ્યોગોમાંથી 20 ટકા કારીગરો ઓછા થઈ ગયા. લોકડાઉનમાં પગાર ન મળતા કેટલાય મજૂરો ઘર તરફ વળી નિકળ્યા.

બિઝનેસમાં 1,25,000થી વધારે કર્મચારીઓની ઘટ

આ દરમિયાન ડાયમંડ વર્કર્સ યુનિયનના ઉપાધ્યક્ષ ભાવેશ ટેંકે જણાવ્યુ હતું કે, સૂરતના લગભગ 20 ટકા હીરા મજૂરો ઓછા પગારના કારણે નોકરી છોડીને જતાં રહ્યા. આંતરરાષ્ટ્રીય બજારોમાં માગ વધવા છતાં કર્મચારીઓની માગને ધ્યાને ન લીધી. આવા સમયે હાલ 125000 જેટલા કર્મચારીઓની ઘટ સર્જાઈ છે. ટેંકે કહ્યુ છે કે, 2020-21માં હીરા ઉદ્યોગમાં ઉછાળો આવ્યો. તેનાથી મજૂરોના વેતનમાં વધારો કરવો જોઈતો હતો. પણ આવુ થયુ નહીં. તો વળી હીરા વેપારી કહી રહ્યા છે કે, પગાર વધારો કરવાથી તેમને વધારે ખર્ચો આવશે.

મજૂર અને માલિક વાતચીતથી સમાધાન શોધે

આ મામલે પરિષદના અધ્યક્ષ દિનેશ નાવડીયાએ કહ્યુ છે કે કુશળ અને અકુશળ બંને કારીગરોમાં અંતર હોવાના કારણે સમસ્યા આવી છે. તેમણે જણાવ્યુ હતું કે, કુશળ અને અકુશળ કારીગરોના વેતન વચ્ચે ઘણી સમાનતા હોય છે. કાયમી મજૂરોને પ્રતી પીસના આધારે ચૂકવણી થાય છે. જ્યારે અકુશળ કારીગરોને કાસ કરીને નિશ્ચિત પગાર આપવામાં આવે છે. જો કે કોઈ કારખાનામાં મજૂરોના સંબંધમાં કોઈ સમસ્યા આવે છે, તો માલિક અને મજૂરોએ વાતચીત કરીને તેનું સમાધાન શોધવુ જોઈએ.

ખેતી બાદ ગ્રામિણ સ્તરે સોૈથી વધુ રોજગારી આપતા હીરા ઉધોગમાં કોરોનાને કારણે છેલ્લા દોઢેક વર્ષથી ભારે મંદીનો માહોલ હતો પરંતુ છેલ્લા થોડા સમયથી વૈશ્વિક સ્તરે ડાયમંડની ડિમાન્ડ નીકળતા તેના પગલે હીરા ઉધોગમાં તેજીનો માહોલ જોવા મળી રહયો છે. સુરતનાં હીરા બજારની સાથે સૌરાષ્ટ્રનાં હીરા બજારમાં પણ તેજીની ચમક જોવા મળતા લાખો કારીગરોમાં ખુશી જોવા મળી રહી છે.

સરકારની કોઈ પણ મદદ વિના જ હીરા ઉધોગ ગુજરાતમાં જ આશરે ર૦ લાખ યુવાનોને રોજગારી આપી રહયો છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જસદણ, ગઢડા, બગસરા, લાઠી, લીલીયા, બોટાદ સહિતનાં શહેરો હીરા ઉધોગનાં મુખ્ય કેન્દ્રો છે.અમરેલી જિલ્લામાં જ આશરે ૬૦ હજાર કારીગરો હીરા ઉધોગમાં કામ કરી રહયા છે. જસદણ તાલુકામાં આશરે પાંચ હજારથી વધુ કારીગરો રોજી માટે જસદણ આવી રહયા છે. સૌરાષ્ટ્રમાં જયારે ખેતી ભાંગી છે અથવા દુષ્કાળ પડયો છે ત્યારે હીરા ઉધોગે ગ્રામીણ યુવાનોને રોજી આપીને અર્થતંત્રને ધબકતુ રાખ્યુ છે.

કોરોનાનાં કારણે છેલ્લા દોઢ વર્ષથી હીરા બજારમાં મંદીને કારણે લાખો યુવાનોની રોજી પર અસર થઈ હતી. સુરતથી અનેક કારીગરો પરિવારનાં સભ્યો સાથે વતન સૌરાષ્ટ્રમાં આવી ગયા હતા હવે આ કારીગરો ફરી સુરત જઈ રહયા છે. દરમિયાન હવે અમેરિકા બાદ ચાઈનામાં એક નવુ બજાર ઉભુ થતા હીરા ઉધોગ ફરી ધમધમતો થયો છે. શ્રાવણ મહિનાનાં તહેવારો નજીક આવી રહયા છે ત્યારે જ કારીગરોનાં ચહેરા પર ખુશી છવાઈ છે. સૌરાષ્ટ્રનાં ડાયમંડ એસોસિએશનનાં હોદેદારોએ જણાંવ્યું હતું કે બજારમાં તેજી છે ત્યારે હવે કારીગરો મળતા નથી. કારીગરોને આકર્ષવા કારખાનાં માલિકોએ મજૂરીનાં દર વધારવા પડયા છેેેે.

સૌરાષ્ટ્રમાં આશરે ચાર લાખ યુવાનો હીરા ઉધોગ થકી રોજગારી મેળવી રહયા છે. સુરતમાં ફેન્સી કલર્ડ સ્ટોનનાં ડાયમંડનું પોલીશ્ડ કામ શરુ થયા બાદ હવે સૌરાષ્ટ્રની બજારમાં પણ આ હીરા આવી રહયા છે. જુદા જુદા રંગનાં આ ડાયમંડનું પોલીશ્ડ કામ કરવામાં ખુબ કાળજી લેવી પડતી હોવાથી આ કામની ઉંચી મજુરી આપવી પડે છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!