GSTV

દેશમાં વ્યક્તિદીઠ દેવામાં 27,200નો વધારો, બજેટમાં સરકાર જણાવે આ ભાર કેમ હળવો થશે: કોંગ્રેસ

કોંગ્રેસ બજેટ સત્રના થોડા દિવસ પહેલા એટલે કે, મંગળવારના રોજ આરોપ લગાવ્યો છે કે, નરેન્દ્ર મોદી સરકાર ભૂલ અને મિસ મેનેજમેન્ટના કારણે સાડા પાંચ વર્ષમાં દેશમાં પ્રતિ વ્યક્તિ દેવું 27,200 રૂપિયા થયું છે. પાર્ટી પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું છે કે, નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં એ જણાવવું જોઈએ કે, દેશના લોકો પર કેટલા રૂપિયાનું દેવું છે.

કોંગ્રેસે કહ્યું, વ્યક્તિદીઠ દેવામાં થયો વધારો

વલ્લભે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિતેલા પાંચ વર્ષમાં પ્રતિ વ્યક્તિ 27200 રૂપિયાના દેવાનો વધારો છે. વર્ષ 2014માં પ્રતિ વ્યક્તિ દેવું 41200 હતું, જે હવે વધીને 68400 થઈ ગયું છે. જોવા જેવું એ છે કે, એક ટકા ભારતીયો પાસે 70 ટકા ભારતીય ગરીબોથી ચાર ગણી વધારે સંપતિ છે.

કોંગ્રેસ નેતાએ જણાવ્યું છે કે, દેશમાં કુલ દેવુ માર્ચ 2014માં 53 લાખ કરોડ હતું, જે સપ્ટેમ્બર 2019માં 91 લાખ કરોડ થયું છે. જેનો અર્થ એ છે કે, વિતેલા પાંચ વર્ષમાં કુલ દેવામાં 71 ટકાનો વધારો થયો છે. જો આપણે તેને પ્રતિ વર્ષ ટકાવારી કાઢીએ તો 10.3 ટકાનો વધારો થયો છે.

ત્યારે આ વાતને લઈ કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું હતું કે, આવી સ્થિતીમાં રોકાણ કઈ રીતે વધશે. તેમણે કહ્યું હતું કે, દેવું વધવાથી દેશનું રેટીંગ ઘટે છે. જો આવી જ સ્થિતી રહી તો, ભારત રોકાણ માટે લાયક નહીં રહે. નાણાંમંત્રીએ આ બાબતે ધ્યાન આપી બજેટમાં તેનો ઉલ્લેખ કરવો જોઈએ.

READ ALSO

Related posts

આનંદો! આ સરકારી યોજનામાં ખેડૂતોને દર વર્ષે મળશે 10,000 રૂપિયા, આ રીતે મેળવો લાભ

Bansari

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને કોરોના બાદ થયો ડેંગ્યુ, મૈક્સ હોસ્પિટલમાં કરાયા શિફ્ટ

Pravin Makwana

SBIએ પોતાના કરોડો ગ્રાહકોને કર્યા છે એલર્ટ, ધ્યાન નહીં આપો તો આવશે પસ્તાવવાનો વારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!