GSTV

સ્માર્ટફોનમાંથી ક્લિક કરેલા ફોટોની સાઈઝ વધારે છે ? તો આ રીતે ઘટાડો રેઝોલ્યુશન

સ્માર્ટફોને ધીમે ધીમે કરીને કેમેરાનું સ્થાન લઈ લીધું છે. અત્યારે આપણે કેમેરા તો સાવ ભૂલી જ ગયા છીએ. પહેલાં કરતાં હવે સ્માર્ટફોનમાં ફોટોગ્રાફીની ક્લેરિટી પણ ઘણી સારી મળે છે, જોકે સ્માર્ટફોનના કેમેરામાં જેમ વધુ રેઝોલ્યુશનના ફોટોગ્રાફ લેવાની સગવડ મળી તેમ, ફોટોની સાઇઝ પણ ઘણી મોટી થવા લાગી છે. તેનાથી ફોનની મેમેરી પણ ઝડપથી ભરાઈ જાય છે.

કેવી રીતે ઘટાડશો રેઝોલ્યુશન ?

આ કારણે, જો તમે સોશિયલ સાઇટ પર અપલોડ કરવાના હેતુથી જ ફોટોગ્રાફ લઈ રહ્યા હો અથવા કોઈ ઠેકાણે ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય તેના માટે અમુક નિશ્ચિત સાઇઝથી વધુ ન હોય એવો ફોટોગ્રાફ  લેવાનો હોય તો પહેલેથી કેમેરાના સેટિંગ્સમાં જઈ, ફોટોગ્રાફનું શક્ય એટલું ઓછું રેઝોલ્યુશન પસંદ કરીને ફોટોગ્રાફ લેવો યોગ્ય રહેશે.

ઈન્ટરનેટ પણ ઓછું વપરાશે

આ રીતે ફોટોઝની સાઇઝ નાની રહેશે. ઓછી સાઇઝવાળી ઇમેજ અપલોડ કરવાથી ઇન્ટરનેટ પણ ઓછું વપરાશે. અલબત્ત, લાંબા ગાળાની યાદગીરી માટે કે પ્રિન્ટ કરાવવાના હેતુથી ફોટોગ્રાફ લેતા હો તો તેનું રેઝોલ્યુશન મેક્સિમમ રાખવું જ સારું રહેશે.

READ ALSO

Related posts

કોરોના: આગામી 3 દિવસો સુધી સજ્જડ બંધ રહેશે દેશનું આ શહેર, જરૂરિયાતનો સામાન પણ નહીં મળે

Karan

લોકડાઉન: જાણો સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલના વેચાણની શું છે સ્થિતિ : મોદી સરકારના 2 લાખ કરોડ રૂપિયા બચશે

pratik shah

101 વર્ષ પહેલાં મહામારીમાં જન્મી, વિશ્વયુદ્ધ જોયુ અને હવે કોરોનાને પણ આપી માત

Karan
Do NOT follow this link or you will be banned from the site!