શિયાળાની સીઝનમાં કોબીનું સૌથી વધારે સેવન કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે, તમે કોબીજ ખાવાની સાથે-સાથે પોતાના ફેસ પર પણ તેનો વપરાશ કરી શકો છો. જોકે, તેનો વપરાશ શાકભાજી અને સલાડમાં પણ કરવામાં આવે છે. કોબીજ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સ્કીન માટે તેના ઘણા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. આ શાકભાજીમાં ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જેસ સ્કીનને હેલ્દી રાખવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કેવી રીતે કરશું કોબીજનો વપરાશ…
માસ્ક બનાવવાની રીત
કોબીજની પેસ્ટ, ઈંડા, મધ, ચણાનો લોટ, લીંબુનો રસ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરો. હવે આ ફેસ માસ્કને ચેહરા અને ગળા પર સમાન રૂપથી લગાવો. આ માસ્કને સારી રીતે સૂકાઈ જવા દો. લગભગ 20 મિનિટ બાદ ચેહરો નવશેકા પાણીથી ધોઈ લો. તેનો વપરાશ તમે અઠવાડિયામાં બે વખત કરી શકો છો.
ઓયલી સ્કીન માટે કોબીજનું માસ્ક
- ઈંડાનો સફેદ ભાગ- 2 ટી સ્પૂન
- લીંબુનો રસ- 1 ટી સ્પૂન
- કોબીજની પેસ્ટ- 4 ટી સ્પૂન
માસ્ક બનાવવાની રીત
એક બાઉલ લો અને તેમાં કોબીજની પેસ્ટ નાખો. આ પેસ્ટમાં ઈંડાનો સફેદ ભાગ અને લીંબુના કેટલાક ટીપા મિક્સ કરો. આ આખી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. તૈયાર ફેસ માસ્કને સારી રીતે ચેહરા અને ગળા પર લગાવો. તેને સૂકાવવા દો અને લગભગ 15 મિનિટ બાદ તેને સાફ પાણીથી ધોઈ લો. આ ફેસ માસ્કનો વપરાશ અઠવાડિયામાં એક અથવા બે વખત કરો.
READ ALSO
- વડાપ્રધાન મોદીની ગ્રાન્ડ રેલી: સુરક્ષામાં લાગશે 1500 CCTV, એક નહીં પણ ત્રણ તો હશે મંચ, 7 લાખ લોકોને કરશે સંબોધન
- વડોદરા બાલાજી ગ્રુપના 62 લાખના ડેટા ચોરી, સાયબર સેલમાં ફરિયાદ થતા તપાસ શરૂ
- કામની વાત: પસ્તીની કિંમત થઈ 24 રૂપિયા કિલો, તમે કેટલામાં આપો છો પસ્તી, હવે આગળથી ધ્યાન રાખજો
- IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી
- દેશના 33 જિલ્લાઓમાં વધ્યો કોરોનાના કેસ, મોલ રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો પર રાખો આ સાવધાની