GSTV
Home » News » સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, આ બે કારણે 10 ગ્રામ સોનું થયું આટલું મોંઘુ

સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, આ બે કારણે 10 ગ્રામ સોનું થયું આટલું મોંઘુ

વિશ્વ અને દેશભરમાં ચાલી રહેલી મંદીને કારણે દિવસે દિવસે રૂપીયો નબળો પડી રહ્યો છે, ત્યારે આ અઠવાડીયામાં બીજી વખત મંગળવારે સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ડોલરની સામે રૂપીયો નબળો પડતા અને વૈશ્વિક સંકેતોને કારણે મંગળવારે દિલ્હી સર્રાફા બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 54 રૂપીયા વધી ગયો છે. જો કે, ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેમાં 1 કિલો ચાંદીનો ભાવ 56 રૂપીયા ઉતરી ગયો છે.

સોનાનો નવો ભાવ

દિલ્હીના સર્રાફા બજારમા મંગળવારે સોનાના ભાવ 40,753 રૂપીયાથી વધીને 40,807 રૂપીયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1.559 ડોલર પ્રતિ એક તોલુ અને ચાંદીનો ભાવ 18 ડોલર પ્રતિ એક તોલું રહ્યો હતો.

ચાંદીનો નવો ભાવ

સોનાના ભાવથી વિરુદ્ધ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ચાંદીનો નવો ભાવ 47,860 રૂપીયા ઘટીને 47,804 રૂપીયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે.

વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલનું કહેવું છે કે, આજે ડોલરના મુકાબલે રૂપીયો ઘટ્યો છે. રૂપીયો ડોલરની સામે 11 રૂપીયા નબળો પડ્યો છે. શરૂઆતના વેપારમાં ડોલર 6 પૈસા ટુટીને 71.17 ના સ્તર પર આવી ગયો હતો. જો કે, ઘરેલું બજારમાં મંદીને કારણે રૂપીયો નબળો પડ્યો છે.

ઘરેણા ખરીદતી વખતે આ પાંચ વાતોનું ધ્યાન રાખો

  • દરેક ઘરેણા પર મેકિંગ ચાર્જ અલગ-અલગ હોય છે. તેનુ ખાસ કારણ છે કે, ઘરેણાની બનાવટ, કટિંગ અને ફિનિશિંગ અલગ-અલગ હોય છે. જો કે, માનવ નિર્મિત જ્વેલરી કરતા મશીન નિર્મિત જ્વેલરી સસ્તી પડે છે.
  • ઘરેણાના મેકિંગ ચાર્જ બે પ્રકારે નક્કી કરવામાં આવે છે. એક સોનાના ભાવ પર ટકાવારી અને પ્રતિ ગ્રામ સોના પર ફ્લેટ મેકિંગ ચાર્જ. ઘણા જ્વેલર્સ ગ્રાહકોને ભાવ કરવાથી મેકિંગ ચાર્જ ઓછો કરી દે છે. કારણ કે, મેકિંગ ચાર્જનું કોઈ ખાસ માપદંડ હજુ સુધી બજારમાં નક્કી કરવામાં આવ્યું નથી.
  • સોનાની શુદ્ધતા માપવાનું સૌથી અહમ માપદંડ કેરેટ હોય છે. કેરેટ જેટલું વધારે હોય સોનું તેટલું જ વધારે શુદ્ધ હોય છે. વધારે કેરેટ એટલે વધારે ભાવ. તે જ રીતે કેરેટ જેટલું ઓછું, સોનાનો ભાવ એટલો ઓછો, ઘણી વખત સોનાના વેપારી સોનાના ઘરેણા ખરીદતી વખતે ગ્રાહકો પાસેથી 24 કેરેટના ભાવ લેતા હોય છે.
  • ધ્યાન રાખજો કે, સોનાનું કોઈપણ ઘરેણુ 24 કેરેટમાં બનતું નથી, કારણ કે, 24 કેરેટ સોનું ખૂબ જ કઠણ ધાતુનું સ્વરૂપ હોય છે. તેથી તેને પીગળાવ્યા વગર તેમાંથી ઘરેણા બનાવવા ખૂબ જ મુશ્કેલ છે.
  • સામાન્ય રીતે સોનાના ઘરેણા 22 કેરેટમાં બને છે. આ ગુણવત્તા ધરાવતા ઘરેણામાં 91.66 ટકા સોનું હોય છે. ઘણી વખત સોનાના ઘરેણાને મજબૂત બનાવવા માટે તેમાં ઝિંક, કોપર અને ચાંદીને પણ ભેળવવામાં આવે છે.

READ ALSO

Related posts

વડાપ્રધાન મોદીની આ મહત્વની યોજના પર સાંસદોએ પાણી ફેરવી નાખ્યું

Pravin Makwana

અમદાવાદના આ વિદ્યાર્થીઓ ટ્રમ્પને ભારતીય દેશી શરીર સૌષ્ઠવરૂપી શૌર્ય દર્શાવશે

Nilesh Jethva

CAA ના વિરોધ વચ્ચે ભારતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓની સંખ્યાને લઈને વિવાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!