GSTV

આ રાજ્યમાં મહિલા મતદારોની સંખ્યામાં થયો ઝંગી વધારો

Last Updated on February 2, 2019 by

સામાન્ય રીતે દેશમાં સેક્સ રેશિઓ (દર એક હજાર પુરુષોએ  સ્ત્રીઓની સંખ્યા) તથા મહિલાઓમાં સાક્ષારતા (શિક્ષણ)નું પ્રમાણ ઓછું છે. પરંતુ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં પુરુષ અને મહિલા મતદારોની સંખ્યામાં સમાનતા જોવા મળવા સાથે મહિલા મતદારોને દેશનું ભવિષ્ય નક્કી કરવાની વ્યાપક તક મળશે. 

બે મોટા રાજ્યો મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં હાથ ધરાયેલી છેલ્લામાં છેલ્લી મતદાર નોંધણીની માહિતી દર્શાવે છે કે એક રાજ્યમાં પુરુષ અને મહિલા મતદારોની સંખ્યા વચ્ચેનો ફરક નોંધપાત્ર પ્રમાણમાં ઘટ્યો છે જ્યારે બીજા રાજ્યમાં નોંધાયેલા પુરુષ મતદારોની તુલનાએ મહિલા મતદારોની સંખ્યા વધી ગઇ છે.

વોટર સેક્સ રેશિઓ (દર એક હજાર પુરુષ મતદારોએ મહિલા મતદારોની સંખ્યા)માં સુધારો થવાના વ્યાપક રાષ્ટ્રીય ઝોકને અનુરૂપ આ બન્ને રાજ્યોમાં પણ મહિલા મતદારોની નોંધણીમાં વદારો થયો છે.

રાષ્ટ્રીય ઝોકની દ્રષ્ટિએ જોઇએ તો ૨૦૧૪ની ચૂંટણીઓ વખતે કેરળ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને પોન્ડીચેરીમાં પુરુષ મતદારો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ હતી.

મહારાષ્ટ્રમાં વોટર સેક્સ રેશિઓ પરંપરાગત રીતે પુરુષો તરફી ઝૂક્યો હતો પણ હવે તેમાં ૧૩ લાખ મહિલા મતદારોનો વધારો થયો છે. આખરી મતદારયાદી મુજબ મહારાષ્ટ્રના કુલ ૮.૭૩ કરોડ મતદારો છે જે પૈકી ૪.૫૭ કરોડ પુરુષ અને ૪.૧૬ કરોડ મહિલા મતદારો છે. ૨૦૧૪માં રાજ્યમાં દર એક હજાર પુરુષ મતદારોએ ૯૦૫ મહિલા મતદારો હતી હવે એ સંખ્યા વધીને ૯૧૧ની થઇ છે.

૨૦૧૪ અગાઉ મહિલા મતદારોની સંખ્યા ૮૭૫ અથવા ૮૮૦ની હતી તે બાદ અમે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા વધુ સંખ્યામાં મતદાનના અધિકારને પાત્ર મહિલાઓની નોંધણી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી એમ રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!