GSTV
Gujarat Government Advertisement

વોલેટીલિટી વચ્ચે 2019માં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 11 લાખ કરોડનો જંગી વધારો

Last Updated on January 1, 2020 by Mayur

નફારૂપી વેચવાલીના દબાણ વચ્ચે નરમાઈ તરફી ટ્રેન્ડ સાથે શેરબજારમાંથી 2019ના વર્ષની વિદાય થઈ છે. આ વર્ષ દરમિયાન વોલેટીલિટીભર્યો માહોલ વચ્ચે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 11 લાખ કરોડનો વધારો થયો હતો.

2019ના વર્ષમાં સ્થાનિક અને વૈશ્વિક પ્રતિકૂળતાઓ વચ્ચે ભારે વોલેટાલિટીનો માહોલ સર્જાયો હતો. આમ છતાંય વર્ષ દરમિયાન સેન્સેક્સે 41809ની અને નિફ્ટીએ 12287ની ઐતિહાસિક ઊંચી સપાટી હાંસલ કરી હતી.આમ, વોલેટીલિટી માહોલ વચ્ચે પણ 2019ના વર્ષમાં સેન્સેક્સ 14.38 ટકા વધ્યો હતો. જ્યારે નિફ્ટી 12 ટકા વધ્યો હતો. જો કે,  બીએસઈ મિડકેપ 3 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 8 ટકા તુટયો હતો.

31 ડિસે. 2018ના રોજ બીએસઈ માર્કેટકેપ (રોકાણકારોની સંપત્તિ) રૂા. 144.48 લાખ કરોડની સપાટીએ હતું તે વર્ષ દરમિયાન 11 લાખ કરોડ વધીને આજે કામકાજના અંતે  રૂા. 155.53 લાખ કરોડ રહ્યું હતું.વર્ષ દરમિયાન અદાણી ગ્રીન, રિલાયન્સ નિપ્પોન, આવાસ ફાઈ., એચડીએફસી, એએમસી સહિત 20 જેટલા શેરોમાં 100 ટકાથી વધુનો ઊછાળો નોંધાયો હતો.

વૈશ્વિક બજારોમાં ભારત ટોપ ટેનમાં સામેલ

ઈન્ડેક્સ/દેશવાર્ષિક વૃદ્ધિ (ટકામાં)
નાસ્ડેક/અમેરિકા34.85
બોવેસ્પા/બ્રાઝીલ31.55
મોચેક્સ/રશિયા28.55
CAC/નેધરલેન્ડ26.45
ડેક્સ/જર્મની25.47
શાંગહાઈ/ચીન22.29
ડાઉ/અમેરિકા22.01
નીક્કાઈ/જાપાન18.19
સેન્સેક્સ/ભારત14.38
FISE/યુકે12.76
નિફ્ટી ભારત12.02

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

#AskSRK શું તમે પણ અમારી જેમ બેરોજગાર થઇ ગયા? ફેનના સવાલ પર કિંગ ખાને આપ્યો મજેદાર જવાબ

Pritesh Mehta

ટીવીની ફેમસ એક્ટ્રેસના આવ્યાં આવા દિવસો! આ કારણે નથી મળી રહ્યું કામ, રૂપિયાના પણ પડી ગયા ફાંફા

Bansari

Deposit Interest Certificate કેવી રીતે કરશો ડાઉનલોડ? શું છે રીત, જાણો સમગ્ર પ્રક્રિયા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!