GSTV
Home » News » મોદી સરકારની જવાબદારીઓમાં વધારો, મતદારોએ જેમ ખોબલે ખોબલે મત આપ્યા તેમ અપેક્ષા પણ વધુ

મોદી સરકારની જવાબદારીઓમાં વધારો, મતદારોએ જેમ ખોબલે ખોબલે મત આપ્યા તેમ અપેક્ષા પણ વધુ

હવે જ્યારે ભાજપને ગત લોકસભા કરતા વધારે બેઠકો મળી છે ત્યારે નવી સરકારની જવાબદારીઓ પણ સ્વાભાવિક રીતે પહેલા કરતા વધી જાય છે. હકીકતમાં મોદી સરકારનો બીજો કાર્યકાળ પહેલા કાર્યકાળ કરતા નિશ્ચિતરૂપે વધારે પડકારજનક રહેવાનો છે. કારણ કે આ વખતે ભાજપને જે મોટો જનાધાર મળ્યો છે એ મોદી પાસેથી લોકોની વધેલી અપેક્ષાઓનો જ પ્રતિક છે.

રાષ્ટ્રવાદના મુદ્દાના કારણે સામાજિક અને આર્થિક મોરચે મોદી સરકાર સમક્ષ છેલ્લા પાંચ વર્ષમાં જે પડકાર ઊભા થયા હતા એ તમામ નૈપથ્યમાં ચાલ્યા ગયા. પરંતુ હવે સરકારની રચના થતા એ જ મુદ્દાઓ ફરી વખત પહેલા કરતા વધારે વિકરાળ સ્વરૂપ લઇને સામે આવશે.. કારણકે તેમનો સીધો સંબંધ સામાન્ય જનતાની રોજીરોટી અને વ્યક્તિગત વિકાસ સાથે જોડાયેલો છે.

દેશમાં કુદકેને ભુસકે વધતી જતી મોંઘવારીથી આમ આદમી ત્રસ્ત છે. ત્યારે આમ આદમીને રાહત મળે એ માટે મોંઘવારી ઘટાડવી જરૂરી છે. પશ્ચિમ એશિયાના બદલાતા રાજકીય સમીકરણોને કારણે ક્રુડના ભાવોમાં ભડકો થઇ શકે છે. લાંબો સમય સુધી સ્થિર રહ્યા બાદ ખાદ્ય પદાર્થોના જથ્થાબંધ ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે.

નવી સરકારમાં સંસદીય પ્રક્રિયા અને આર્થિક બાબતોના જાણકાર અરુણ જેટલી નહીં હોય અને એ સંજોગોમાં વિપક્ષના હુમલા વખતે વડાપ્રધાન મોદીની ઢાલ બની રહેનારની ખોટ સાલશે. બેશક નરેન્દ્ર મોદીના ખાસ અમિત શાહ કેબિનેટમાં સામેલ થયા છે પરંતુ કેન્દ્રીય પ્રધાન તરીકે તેમની પહેલી ટર્મ હોવાના કારણે તેમને સંસદીય પ્રક્રિયાનો વધારે અનુભવ નથી. જેટલીનું નાણા પ્રધાન તરીકેનું સ્થાન નિર્મલા સીતારમને લીધું છે ત્યારે તેમના શિરે આર્થિક નીતિઓને લઇને વડાપ્રધાન મોદીનું રક્ષણ અને આક્રમણ બંને કરવાના રહેશે.

વિશાળ જનાદેશની જવાબદારી સાથે સત્તામાં આવેલી મોદી સરકારે દેશની એ સમસ્યાઓનું સમાધાન શોધવું પડશે જે યુવાપેઢી સમક્ષ મોઢું ખોલીને ઊભી છે. આ સમસ્યાઓમાં સૌથી ભયજનક પરિસ્થિતિ બેરોજગારીની છે જે છેલ્લા ૪૫ વર્ષની ટોચે પહોંચી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વર્ષ પહેલા સત્તામાં આવ્યાં ત્યારે તેમણે દેશના યુવાનોને નોકરી અને વિકાસના વાયદા કર્યાં હતાં. પરંતુ તેમના શાસનકાળના પાંચ વર્ષ બાદ બેરોજગારી આભને આંબી રહી છે. વધી રહેલી બેરોજગારી મોદી સરકાર માટે મોટું સંકટ બની ચૂકી છે અને બેરોજગારીના મામલે ટીકા કરી રહેલાં લોકોને હવે ચૂપ રાખવા સરકાર માટે મુશ્કેલ બની રહેવાનું છે.

દેશનો આર્થિક વિકાસ દર છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળા દરમ્યાન નીચલા સ્તરે 6.6 ટકાએ પહોંચ્યો. ક્રુડની કિંમતોમાં સતત થઇ રહેલા વધારાને કારણે હાલત વધુ ખરાબ થઇ શકે છે. ત્યારે વિકાસદરને સાત ટકા અથવા તેથી વધુ જાળવી રાખવો પડકાર છે. જોકે માર્ચ ક્વાર્ટરમાં વિકાસ દર 7.1 ટકા રહેવાનું અનુમાન છે.

READ ALSO

Related posts

રોડ પર પડેલા ઘાયલની મદદ ન કરતા કોર્ટે બે શખ્સને પાંચ વર્ષની સજા ફટકારી

Pravin Makwana

પાકિસ્તાનની ગીદડભભકી, ભારતે પાક સેનાનાં સંકલ્પને હળવાશમાં ના લેવું જોઈએ

pratik shah

Delhi Election: દિલ્હી મિની ઈન્ડિયા છે, અહીં હિન્દુ-મુસ્લિમની રાજનીતિ નહીં ચાલે: કેજરીવાલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!