GSTV
CANDIDATE PROFILE- 2022 Gujarat Election 2022 Surat ગુજરાત ટોપ સ્ટોરી

ગૃહ રાજ્યમંત્રીની સંપત્તિમાં અધધધ વધારો : રાજ્યમાં સૌથી વધારે વિકાસ પાટીલના આ નજીકના નેતાએ કર્યો

ગુજરાતના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી અને તેમના પત્નીના નામે ૨૦૧૨ માં કુલ ૧.૨૨ કરોડની મિલ્કત એફીડેવીટ સ્વરૃપે રજુ થઇ હતી. આ રકમમાં ૨૦૨૨ ની ચૂંટણીમાં અનેક ગણો વધારો થઇને સંધવી દંપતિની મિલ્કત ૧૬.૪૮ કરોડ પર પહોંચી છે. જેમાં ગૃહ રાજય મંત્રીના ગૃહમંત્રી એવા તેમની પત્નીના નામે દસ વર્ષમાં સંપતિમાં અનેક ગણો વધારો થઇને ૨૦૨૨ માં ૧૧.૬૩ કરોડની સંપતિના માલિક બન્યા છે.

પંચ દ્વારા ઉમેદવારોએ ફરજિયાત એફીડેવીટ રજુ કરવાની હોય

વિધાનસભાની ચૂંટણીમાં પંચ દ્વારા ઉમેદવારોએ ફરજિયાત એફીડેવીટ રજુ કરવાની હોય છે. જેમાં ઉમેદવાર અને તેમના પત્ની કે પતિની સંપતિ પણ રજુ કરવાની હોય છે. આ સંપતિમાં રોકડ રકમ, થાપણ, શેર, અન્ય રોકાણ કે પછી સ્થાવર જંગમ મિલ્કત રજુ કરવાની હોય છે. મજુરા વિધાનસભામાંથી ભાજપમાંથી ચૂંટણી લડનારા રાજયના ગૃહ મંત્રી હર્ષ સંધવી ૨૦૧૨ની ચૂંટણી લડતી વખતે જે એફીડેવીટ રજુ કરી હતી. જેમાં તેમના નામે ૧.૧૩ કરોડ અને પત્નીના નામે ૯.૧૯ લાખની મિલ્કત દર્શાવી હતી.

કુલ મિલ્કતનો આંકડો ૧૬.૪૮ કરોડ પર પહોંચ્યો

જયારે ૨૦૨૨ ની ચૂંટણીમાં રજુ કરેલી એફીડેવીટમાં તેમના નામે ૫.૩૯ કરોડ અને પત્નીના નામે ૧૧.૬૩ કરોડ મળીને દંપતીની કુલ મિલ્કતનો આંકડો ૧૬.૪૮ કરોડ પર પહોંચ્યો છે. આમ ૨૦૧૨ માં ૧.૨૨ કરોડથી દંપતિની આવક દસ વર્ષમાં અનેક ગણી વધીને ૧૬.૪૮ કરોડ થઇ છે. ૨૦૨૨ની એફીડેવીટમાં પત્નીના નામે ૧૦.૫૧ કરોડના શેરમાં રોકાણ બતાવ્યું છે. તો તેઓ ત્રણ કરોડના ફલેટ વસાવ્યો છે. જોકે આ દંપતિના નામે બાકી કે જવાબદારી લેણામાં ૬.૧૦ કરોડ રજુ થયા છે.

હર્ષ સંધવીના પત્નીની હીરા ઉદ્યોગના આરૃષ જેમ્સ, શેર મ્યુચ્યલ ફંડના રોકાણ અને બેન્ક ખાતાના વ્યાજની આવક હોવાનું એફીડેવીટમાં રજુ કર્યુ છે. તો ૨૦૧૧ ની સાલમાં સંસદ ભવન ખાતે ગેટ નં.૮ પર ભારતીય પ્રદેશ યુવા મોરચા ગુજરાતના લીડર તરીકે પ્રદર્શન કરીને નારેબાજી કરતા હર્ષ સંધવીને ૧૪૪ના ભંગ બદલ ૧૮૮ મુજબનો ગુનો દાખલ થયો હતો. અને તેમાં તેમને દંડ થયો હતો.

ભાજપના પ્રવિણ ઘોઘારીની આવક રૃા.૩.૬૨ કરોડ, કિશોર કાનાણીની રૃા.૮૩.૫૫ લાખ ઘટી

સુરત શહેરની ૧૨ બેઠકો પરથી જે એફીડેવીટો આવી રહી છે તેનો અભ્યાસ કરતા ૨૦૧૭ ની સુરતની કરંજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવિણ ઘોઘારીએ સ્થાવર, જંગમ, તેમજ રોકાણ, ડીપોઝીટ, જવેરાત સહિત મિલ્કત કુલ રૃા.૪.૮૩ કરોડની બતાવી હતી. આ સામે ૩.૯૬ કરોડની લોન કે જવાબદારી પણ હતી. જયારે ૨૦૨૨ ની ચૂંટણીમાં કુલ સંપત્તિ રૃા.૧.૨૧ કરોડની જ રજુ થઇ છે. આમ ૨૦૧૭ કરતા ૨૦૨૨ માં મિલ્કત ૩.૬૨ કરોડ ઘટી છે. જો કે તેમની લોન કે જવાબદારી જે હતી તે ૨૦૧૭ માં ૩.૯૬ કરોડથી ઘટીને આ વખતે ૩૩.૬૭ લાખ થઇ છે.
તો વરાછા બેઠકના ભાજપના ઉમેદવાર કિશોર કાનાણીની ૨૦૧૭માં રૃા.૧.૮૮ કરોડ હતી. જેમાં રૃા.૮૩.૫૫ લાખનો ઘટાડો થઇને રૃા.૧.૦૫ કરોડ થઇ હોવાનું તેમની ૨૦૨૨ની એફીડેવીટ જોતા જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમેરિકી કોંગ્રેસના સભ્યએ આપ્યું મહત્વનું નિવેદન / કહ્યું ભારત-અમેરિકાના સંબંધ વિશ્વની સુરક્ષા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ

Hina Vaja

Train Accident: એક પછી એક 3 ટ્રેનો અથડાઈ, જાણો કેવી રીતે સર્જાયો આ અકસ્માત

Padma Patel

જૂનાગઢ / ગાયત્રી પ્રાથમિક શાળા અચાનક બંધ કરાતા વાલીઓમાં રોષ, RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

Kaushal Pancholi
GSTV