GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ખાદ્યતેલની ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો થતા બજાર સૂસ્ત, સિંગતેલના ભાવ પર અસર વર્તાઈ

મુંબઈ તેલ-તેલીબિયાં બજારમાં આજે દેશી ખાદ્યતેલોના ભાવ મથકો પાછળ સૂસ્ત રહ્યા હતા, જ્યારે આયાતી ખાદ્યતેલોમાં ભાવ વધ્યામથાળે અથડાતાં રહ્યા હતા. એકંદરે આજે નવી માગ પાંખી હતી અને વેપારો છૂટાછવાયા હતા. વિશ્વબજારના સમાચાર નિરૂત્સાહી મળ્યા હતા. દરમિયાન, કેન્દ્ર સરકારે ઘરઆંગણે આયાત થતા વિવિધ ખાદ્યતેલોની આયાત જકાત ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરિફ વેલ્યૂમાં વધારો કર્યાના સમાચાર હતા અને તેના પગલે ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડયૂટીમાં વૃદ્ધિ થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

વધારી ૬૬૬ ડોલર કર્યાના સમાચાર

કેન્દ્ર સરકારે આવી ટેરિફ વેલ્યૂ ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ)ની ૫૪૬ ડોલરથી વધારી ૫૫૦ ડોલર, આરબીડી પામોલીનની ૫૬૪ ડોલરથી વધારી ૫૭૧ ડોલર તથા સોયાતેલની ૬૩૬ ડોલરથી વધારી ૬૬૬ ડોલર કર્યાના સમાચાર હતા. આના પગલે ઘરઆંગણે અસરકારક આયાતજકાત ટનદીઠ સીપીઓની રૂ.૧૨૬થી રૂ.૧૨૭, આરબીડી પામોલીનની રૂ.૨૬૫થી રૂ.૨૬૬ તથા સોયાતેલની રૂ.૮૮૪થી રૂ.૮૮૫ જેટલી વધી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

બજારભાવ પર અસર વર્તાઈ

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧,૩૪૦ના મથાળે સૂસ્ત રહ્યા હતા, જ્યારે ઉત્પાદક મથકોએ ભાવ રૂ.૧,૨૭૫થી રૂ.૧,૩૦૦ તથા કોટન વોશ્ડના રૂ.૭૭૦ બોલાઈ રહ્યા હતા. ઉત્પાદક મથકોએ સરકારી તંત્ર દ્વારા ઓક્શન કરવામાં આવશે તેવા નિર્દેશોની પણ બજારભાવ પર અસર વર્તાઈ રહી હતી. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના રૂ.૭૨૫, સોયાતેલના ડીગમના રૂ.૭૬૦ તથા રિફાઈન્ડના રૂ.૭૯૫, સનફ્લાવરના રૂ.૮૬૦ તથા રિફાઈન્ડના રૂ.૯૧૦, કપાસિયા તેલના રૂ.૮૧૫ બોલાઈ રહ્યા હતા, જ્યારે ક્રૂડ પામ ઓઈલ કંડલાના ભાવ રૂ.૬૬૦ રહ્યા હતા.

મુંબઈ બજારમાં આજે દિવેલના ભાવ

ઘટી રૂ.૭૬૭થી રૂ.૭૮૭ બોલાતા હતા, જ્યારે હાજર એરંડાના ભાવ રૂ.૨૦ ઘટી રૂ.૩,૭૩૫ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે ૧ ટનના ભાવ કપાસિયા ખોળના રૂ.૫૦૦ ઘટી રૂ.૨૩,૫૦૦ બોલાયા હતા, જ્યારે અન્ય ખોળો શાંત હતા. દરમિયાન, દિલ્હીથી વહેતા થયેલા નિર્દેશો મુજબ સરકાર કદાચ લોકડાઉન ખૂલ્યા પછી લૂઝ સ્વરૂપે વેચાતા ખાદ્યતેલોના વેચાણ પર અંકુશો મૂકવા વિચારણા કરી રહી છે.

કોટન વાયદાના ભાવમાં નજીવી વધઘટ

વપરાશકારોના આરોગ્યનું રક્ષણ કરવા આવી વિચારણા થઈ રહ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, અમેરિકાના કૃષિબજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનનો વાયદો ૬૨ પોઈન્ટ તથા સોયાખોળનો વાયદો ૧૧ પોઈન્ટ ઘટયો હતો, જ્યારે સોયાતેલ અને કોટન વાયદાના ભાવમાં નજીવી વધઘટ નોંધાઈ હતી.

READ ALSO

Related posts

સંભોગ બાદ જો સ્ત્રી આ પોઝીશનનો કરે ઉપયોગ તો સફળ રીત ગર્ભધારણ કરી શકે છે

Bansari

VIDEO : રાજકોટમાં યુવકે રોડ વચ્ચે કાર ઉભી રાખી કરી દાદાગીરી, સર્જી દીધો ટ્રાફિકજામ

Nilesh Jethva

અમદાવાદમાં બળાત્કારના આરોપી પાસે મહિલા પીએસઆઇની આ માંગથી પોલીસબેડામાં ચકચાર, એસઓજીએ કરી કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!