GSTV
Home » News » રૂપિયા સામે ડોલર તેજીના પગલે ખાદ્યતેલના ભાવમાં વધારો

રૂપિયા સામે ડોલર તેજીના પગલે ખાદ્યતેલના ભાવમાં વધારો

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે રૂપિયા સામે ડોલરની તેજીના પગલે વિવિધ આયાતી ખાદ્યતેલોની આયાત પડતર વધી જતાં તેના કારણે આજે બજારમાં ઘરઆંગણે વધી આવ્યાના નિર્દેશો હતા. જોકે વિશ્વ બજારમાં આજે ખાધતેલોના ભાવમાં સાંકડી વધઘટ દેખાઈ હતી. મુંબઈમાં પામતેલના ભાવ વધી ૧૦ કિલોના હવાલા રિસેલના રૂ.૭૨૩ તથા જેએનપીટીના રૂ.૭૧૮ હતા.

દરમિયાન રૂ.૭૨૨થી ૭૨૫ની રેન્જમાં આજે ૨૫મી મે સુધીની ડીલીવરીની શરતે આશરે કુલ ૧૦૦૦થી ૧૨૦૦ ટનના વેપારો થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૬૪૫ હતા જયારે સીપીઓ વાયદાના ભાવ આજે સાંજે રૂ.૬૪૭.૭૦ તથા સોયાતેલ વાયદાના ભાવસાંજે રૂ.૬૪૭.૭૦ તથા સોયાતેલ વાયદાના ભાવ રૂ.૭૭૨ હતા. દરમિયાન, મલેશિયામાં આજે પામતેલનો વાયદો છેલ્લે નજીકની ડિલીવરીમાં ૪ પોઈન્ટ માઈનસમાં જયારે દૂરની ડિલીવરીમાં ૩ પોઈન્ટ પ્લસમાં બંધ હતો. જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ પાંચ ડોલર તૂટયા હતા.

મલેશિયાથી પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના પ્રથમ ૨૫ દિવસમાં આશરે અઢી ટકા ઘટી ૧૧૬૦૯૯૪ ટન થઈ છે જે પાછલા મહિને આ ગાળામાં ૧૧૯૦૨૬૧ ટન થયાના સમાચાર હતા. દરમિયાન, મલેશિયાથી આ ગાળામાં ભારત તરફ નિકાસ ૩૧૩૨૩૩ ટનથી ઘટી ૧૯૯૧૫ ટન થયા હતા. ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૯૩, ૨૬૧, ૨૦૨, ૧૭૬ તથા  ૧૫૦ પોઈન્ટ   ગબડયાના સમાચાર હતા જયારે  અમેરિકામાં  શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૩,૩,૪ તથા ૫ પોઈન્ટ માઈનસમાં હતો ઉપરાંત ત્યાં સોયાખોળનો વાયદો ઓવરનાઈટ ૩,૧,૭ તથા ૧૧ પોઈન્ટ પ્લસમાં હતો

જ્યારે ત્યાં સોયાબીનનો વાયદો ઓવરનાઈટ ૧૪, ૧૬, ૧૪ તથા ૧૦  પોઈન્ટ વધ્યાના સમાચાર હતા. દરમિયાન ઘરઆંગણે મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે ૧૭ હજાર ગુણી તથા રાજકોટ બાજુ ૧૧ હજાર ગુણી આવી હતી તથા ત્યાં મથકોએ  મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૬૨૦થી ૬૬૦ તથા ઉંચામાં રૂ.૭૩૦થી ૭૪૦ હતા.

મધ્ય પ્રદેશ બાજુ સોયાબીનની આવકો આજે ૨૫ હજાર ગુણી આવી હતી તથા ત્યાં સોયાબીનના હાજર ભાવ રૂ.૩૫૫૦થી ૩૬૫૦ તથા પ્લાન્ટ ડિલીવરીના  રૂ.૩૬૭૫થી ૩૭૨૫ હતા. જ્યારે ત્યાં  સોયાતેલના ભાવ રૂ.૭૩૦થી ૭૩૫ તથા રિફા.ના રૂ.૭૬૨થી ૭૬૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં સનફલાવરના કાચા તેલના ભાવ સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીના ૮૨૨.૫૦થી ૮૩૨.૫૦ ડોલર  રહ્યા હતા.

મુંબઈમાં આજે હાજરભાવ ૧૦ કિલોના રૂ.૮૬૦ના મથાળે શાંત હતા.  રાજકોટ  બાજુ ભાવ રૂ.૮૦૦થી ૮૧૦ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૩૧૦થી ૧૩૧૫ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ ૭૧૨થી ૭૧૫ હતા.  મુંબઈમાં કપાસિયા તેલના ભાવ રૂ.૭૭૦,  સનફલાવરના રૂ.૭૦૫ તથા રિફા.ના ૭૫૮ હતા. સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૨૦થી ૭૨૨ તથા રિફા.ના ૭૬૦ હતા.  મસ્ટર્ડના ભાવ રૂ.૭૬૦ બોલાયા હતા.

દરમિયાન, દિવેલના ભાવ આજે રૂ.૪થી ૬ ઘટી કોમર્શિયલના રૂ.૮૪૮, એફએસજીના રૂ.૮૫૮ તથા એફએસજી કડલાના રૂ.૮૩૦ હતા.  મુંબઈ એરંડાના હાજર ભાવ રૂ.૪૧૧૦ વાળા રૂ.૪૦૯૦ હતા. મુંબઈ ખોળ બજારમાં આજે ભાવ ટનદીઠ કપાસિયા ખોળના રૂ.૧૫૨૦૦ વાળા રૂ.૧૫૧૦૦ હતા જયારે સોયાખોળના ભાવ  રૂ.૩૧૫૧૦થી ૩૧૫૧૫ વાળા ઘટી રૂ.૩૧૩૦૦થી ૩૧૩૦૫ હતા જોકે અન્ય ખોળો શાંત હતા.

કોપર ઉછળવા છતાં એરંડા વાયદાના ભાવમાં  ઘટાડો નોંધાતા જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.  એરંડાના વાયદાના ભાવ આજે આશરે રૂ.૨૩ ઘટી સાંજે ભાવ મે વાયદાના રૂ.૪૦૭૦ તથા જૂનના રૂ.૪૧૧૯ બોલાયા હતા.  શિપરો શાંત હતા. એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ બાજુ આશરે ૧ લાખ ૩૦ હજાર ગુણી આવી હતી તથા ત્યાં  એરંડાના હાજર ભાવ ગામડાના રૂ.૭૭૫થી ૭૮૦  હતા જે મંગળવારે  રૂ.૭૮૦થી ૭૮૫ હતા.  દરમિયાન, હૈદ્રાબાદ બાજુ ભાવ દિવેલના રૂ.૭૩૦ તથા એરંડાના રૂ.૩૮૨૫ના મથાળે સૂસ્ત રહ્યાના સમાચાર હતા.

Related posts

નવ મહિનામાં પહેલીવાર ઘટી દેશની નિકાસ, આયાતમાં પણ નોંધાયો ઘટાડો

Mansi Patel

દેશમાં જૂન મહિનાનો જથ્થાબંધ ફુગાવો 2 વર્ષની નીચી સપાટીએ, મોંધવારીમાં માત્ર 2.02%નો વધારો

Mansi Patel

ફૂડ ડિલીવરી એપ સ્વિગીની અહીંથી 50 કરોડ ડોલર એકત્ર કરવાની યોજના

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!