GSTV

ચોમાસા દરમિયાન એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનામાં થયો વધારો

Last Updated on June 21, 2019 by

અમદાવાદમાં ચોમાસાની મોસમ ધીરેધીરે પ્રભુત્વ જમાવી રહી છે. ચોમાસા દરમિયાન એરપોર્ટમાં બર્ડ હીટની ઘટનામાં પણ વધારો થતો હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ એરપોર્ટ ખાતે બર્ડ હીટ-એનિમલની કુલ ૩૩૪ ઘટના નોંધાઇ ચૂકી છે. આ પૈકી સૌથી વધુ ૮૫ ઘટના માત્ર ગત વર્ષે જ નોંધાઇ હતી.

આમ, બર્ડ હીટની સતત વધતી જતી ઘટના ઉપર કઇ રીતે અંકૂશ મૂકવો તે અમદાવાદ એરપોર્ટ માટે પડકારનો વિષય છે. વરસાદ બાદ રન-વેની આસપાસ તેમજ એરપોર્ટના નજીકના વિસ્તારમાં ઘાસનું પ્રમાણ વધી જતું હોય છે. વરસાદ બાદ આ ઘાસમાં કીટકોનું પ્રમાણ પણ ખૂબ જ વધી જાય છે.

આ કીટકોને આરોગવા માટે પક્ષીઓ આવતા હોય છે અને જેના કારણે બર્ડ હીટનું પ્રમાણ વધતું હોય છે. કીટકો સાથે પક્ષીઓનું પ્રમાણ વધે નહીં તેના માટે ચોમાસા દરમિયાન રન-વેની આસપાસના ઘાસ કાપવાનું તેમજ ફટાકડા ફોડવાનું પ્રમાણ વધારી દેવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં બર્ડ હીટની જે ઘટના નોંધાઇ છે તેમાંની મોટાભાગની ચોમાસા દરમિયાન જ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર એરપોર્ટમાં વાંદરા ઘુસી આવે નહીં માટે ઇલેકટ્રિક ફેન્સિંગ મૂકવાનું આયોજન ચાલી રહ્યું છે.

આ ઉપરાંત કાંટા ધરાવતા વૃક્ષ મૂકવામાં આવશે, જેથી વાંદરા એરપોર્ટથી નજીક પણ આવી શકે નહીં. રન-વેની આસપાસના ઘાસ ઉપર ઇન્સેક્ટિસાઇડ છાંટવામાં આવશે . જેના પગલે પક્ષીઓ અને કીટકોનુ પ્રમાણ ઘટી જશે. આ ઉપરાંત રૃપિયા ૫૦ કરોડના ખર્ચે પેરામીટર ઇન્ટ્રુસન ડિટેક્શન સિસ્ટમ વસાવવામાં આવશે. જેના દ્વારા કોઇ પક્ષી કે પ્રાણી હશે તો તે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સથી જાણી શકાશે.

Read Also

Related posts

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો / શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી 4 સગીર આરોપોની લૂંટ કેસમાં ધરપકડ

Pritesh Mehta

મોટો બદલાવ / લલન સિંહ બન્યા JDUના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, CM નીતિશ કુમારની હાજરીમાં નિર્ણય

Zainul Ansari

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!