GSTV
Gujarat Government Advertisement

ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવા દરરોજ કરો કીવીનું સેવન, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

Last Updated on September 30, 2020 by pratik shah

પોતાના અલગ પ્રકારના સ્વાદ માટે પસંદ કરવામાં આવતી કીવી ઘણા પ્રકારે સ્વાસ્થ્યને ઘણો લાબ પહોંચાડનારુ ફળ છે. કીવીમાં વિટામિન C, K, E, ફોલેટ અને પોટેશિયમ હાજર હોય છે. તે સિવાય ફળમાં ઘણા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. કીવીમાં મળી આવનાર કાળા બી અને તેના ભૂરા રંગની છાલ ખાવા માટે યોગ્ય હોય છે. તો આવો જાણીએ તેના ભરપૂર અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ લાભ વિશે…-

અસ્થામાંથી થાય છે લાભ

એવુ સમજવામાં આવે છે કે, કીવીમાં હાજર વિટામિન Cનું ભરપુર પ્રમાણે અને એન્ટીઓક્સીજેન્ટ્સ અસ્થાનો સામનો કરી રહેલા લોકો માટે ફાયદાકારક હોય છે. શ્વાસની તકલીફનો સામનો કરી રહેલા બાળકોમાં પણ તાજા કીવીના સેવનથી સુધાર થતો જોવા મળે છે.

શ્રેષ્ઠ ડાઈઝેશન

કીવીમાં ઘણુ ફાયબર હોય છે. જેનાથી ડાઈજેશનમાં મદદ મળે છે.

ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરવા માટે

કીવી પોષક તત્વોથી ભરપૂર ફળ છે. તેમાં વિટામિન C પણ પૂરતા પ્રમાણમાં હોય છે. દરરોજ અડધો કપ કિવીથી જ આપણી જરૂરિયાતો પ્રમાણે સંપૂર્ણ વિટામિન C મળી શકે છે. રોગપ્રતિકારક શક્તિના સુધારણામાં વિટામિન c મોટા પ્રમાણમાં ફાળો હોય છે.

સોજો ઓછો કરવામાં મદદગાર

કીવીમાં ઈન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. એવામાં જો તમારે અર્થરાઈટિસની ફરીયાદ છે તો કીવીનું નિયમિત સેવન કરવુ તમારા માટે ફાયદાકારક રહેશે. તે સિવાય આ શરીરની અંદરની ઈજાને ભરવા અને સોજાને ઓછો કરવામાં પણ મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ લેવલ માટે

કીવી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં સહાયતા કરે છે. તેને નિયમિત સેવન કરવાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે. દિલ સાથે જોડાયેલી ઘણી બીમારીઓમાં આ મુખ્ય રૂપથી ફાયદાકારક હોય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ગુજરાતના આ બોલરની ટીમ ઇન્ડિયા દ્વારા ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પસંદગી, જાણો કોણ છે આ ખેલાડી

Dhruv Brahmbhatt

સંક્રમણના મુદ્દે સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોંગદનામું, હાલની પરિસ્થિતિ મુદ્દે જણાવી મહત્વની બાબતો

pratik shah

ગુજરાતમાં કોરોનાના કેસોમાં થયો ઘટાડો, છેલ્લા 10 દિવસથી રાજ્યમાં કેસો થયા સ્ટેબલ: સીએમ રૂપાણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!