GSTV
Food Funda Life Trending

લીંબુ પાવડર આ રીતે ઘરે બનાવો અને ગમે ત્યારે લીબું શરબતનો આનંદ માણો

ઉનાળાની શરૂઆત થી ચુકી છે. ઉનાળાની ગરમીથી રાહત મેળવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લીબું પાણી સૌથી સરળ ઉપાય છે. લીબું પાણી ઉનાળાની ગરમીમાં શરીરને હાઈડ્રેટ પણ રાખે છે. લીબું પાણી સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ અનેક ફાયદા આપે છે. પરંતુ લીંબુના કટકા કરવાની અને પછી સતત હલાવતા રહેવાની અને ખાંડ ઓગળવાની રાહ જોવાની ઝંઝટ લાગે છે. આ બધાથી બચવાનો આસાન ઉપાય આજે અમે આપને જણાવી રહયા છીએ. જેના દ્વારા તમે આ બધી ઝંઝટમાં પડ્યા વિના સહેલાઈથી લીંબુનો પાવડર બનાવી ગમે ત્યારે લીબું પાણીની મઝા માણી શકો છો.

ઘણી વખત ગરમીના કારણે ઉબકા કે ચીડિયાપણું શરૂ થાય છે, તેથી લીંબુ પાણી પીવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ સાથે પાચન પ્રક્રિયા પણ સ્વસ્થ રહે છે. તમે ઉનાળાની ઋતુમાં કબજિયાત, પેટનો દુખાવો, એસિડિટીથી દૂર રહો છો. ઇન્સ્ટન્ટ લીબું પાઉડર માટેની આ સરળ રેસીપીથી તમે ગમે ત્યાં લીબું શરબતનો આનંદ માણી શકો છે.

સામગ્રી

1 વાટકી લીંબુનો રસ, 3 વાડકી ખાંડ, સ્વાદ મુજબ મીઠું

લીંબુને ધોઈને કાપી લો, એક બાઉલમાં તેનો રસ કાઢીને બાજુ પર રાખો.

એક બ્લેન્ડર લો અને તેમાં ખાંડ મિક્સ કરી, બારીક પાવડર બનાવો.

એક મોટી ટ્રે લો અને ખાંડ ફેલાવો, લીંબુનો રસ ઉમેરો.

તેને તમારા હાથથી સારી રીતે મિક્સ કરો અને તેને સારી રીતે ફેલાવો.

આ મિશ્રણને 4-5 દિવસ તડકામાં સૂકવવા માટે રાખો.

સુકાઈ જાય એટલે તેને ફરી મિક્સરમાં પીસી લો અને તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. આ મિશ્રણ 3-4 મહિના માટે સંગ્રહિત કરી શકાય છે.

READ ALSO

Related posts

Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું

Siddhi Sheth

જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ

GSTV Web News Desk

ભારત ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ વચ્ચે ભારત માટે ખુશખબરી, ત્રીજી મેચ પહેલા ટીમ સાથે જોડાશે આ દિગ્ગજ

HARSHAD PATEL
GSTV