GSTV
Home » News » અકળાયેલા પાકનું જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં અંધાધૂંધ ફાયરિંગ, ભારતે આપ્યો જવાબ

અકળાયેલા પાકનું જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં અંધાધૂંધ ફાયરિંગ, ભારતે આપ્યો જવાબ

India pakistan war

નાપાક પાકિસ્તાન દ્વારા ભારતની સરહદે અટકચાળો યથાવત છે. જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ગત રાતે પાકિસ્તાન દ્વારા સીઝ ફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું. જેથી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. પાકિસ્તાન સાથેના તણાવની વચ્ચે જમ્મુ-કાશ્મીર તંત્રએ આજે પણ બોર્ડર પરની શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદથી પાંચ કિલોમીટરના અંતરમાં આવેલી ધોરણ-12 સુધીની શાળાઓ બંધ રાખવામાં આવી. અકળાયેલા પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારોમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે અહીં લોકોમાં દહેશતનો માહોલ છે.

પૂંછની કૃષ્ણાઘાટીમાં પણ બેફામ ગોળીબાર

જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરીવાર નાપાક હરકત કરી. પૂંછની કૃષ્ણાઘાટીમાં પાકિસ્તાને સવારે છ વાગ્યે અને બપોરે એક વાગ્યે બેફામ ગોળીબાર કર્યો. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાની રેન્જર્સને જડબાતોડ જવાબ આપ્યો. પાકિસ્તાને કૃષ્ણાઘાટીમાં ગઈ કાલે પણ બેફામ ફાયરિંગ કર્યુ હતુ. જે બાદ પૂંછમાં સેનાને એલર્ટ કરવામાં આવી છે.

જ્યારે સરહદી વિસ્તારના ગામડામાં વસ્તા લોકોને સલામત સ્થળે ખસી જવાના આદેશ આપવામાં આવ્યા છે. તો વળી સરહદી વિસ્તારના પાંચ કિલોમીટરના અંતરમાં આવેલી તમામ શાળાઓને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

Read Also

Related posts

પ્રિયંકા ગાંધી લાશો પર કરી રહ્યા છે રાજનીતિ, કોંગ્રેસની માનસિકતા પહેલાથી આવી

Arohi

રાજધાની દિલ્હીમાં મેઘરાજાનું આગમન, દિલ્હીવાસીઓને અસહ્ય ગરમીમાંથી મળી રાહત

Arohi

આ શું બોલી ગયા યુપીનાં ખાન? મોબ લિન્ચિંગ વિશે ફાયરબ્રાન્ડ સાંસદ આઝમ ખાને આપ્યું આ નિવેદન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!