દેશ અને વિદેશમાં જાણીતી ટાઈલ્સ ઉત્પાદક કંપની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ કંપનીમાં આજે આઈટી વિભાગે તવાઈ બોલાવી છે. ITની ટીમે અમદાવાદની ઓફિસ, તેમજ અમદાવાદમાં રહેલા ભાગીદારોને ત્યાં તપાસ ચલાવી છે. આ ઉપરાંત હિંમતનગરની ફેક્ટરીમાં પણ દરોડા પાડ્યા છે. ITની ટીમે અમદાવાદ, મોરબી, હિંમતનગર અને ગુજરાત બહાર પણ તપાસ ચલાવી છે. મોરબીના પીપળી રોડ અને માળીયા હાઇવે ઉપર આવેલા સિરામિક કારખાનામાં પણ દરોડા પાડયા હતા.
એશિયન સિરામિક્સ ગ્રુપની ફેક્ટરી, શો રુમ અને ડીરેક્ટરોના ઘરે સર્ચ ઓપરેશન
- હિંમતનગર અને પ્રાંતિજમાં ઈન્કમટેક્સના દરોડા
- એશિયન સિરામિક્સ ગ્રુપ અને એક ખાનગી ફાયનાન્સ પેઢીમાં દરોડા
- એશિયન સિરામિક્સ ગ્રુપની ફેક્ટરી, શો રુમ અને ડીરેક્ટરોના ઘરે સર્ચ ઓપરેશન
- સિમંધર ફાયનાન્સની અમદાવાદ અને હિંમતનગરની પેઢીમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ
- હિંમતનગરમાં એશિયન પરિવાર બંગ્લોઝ, દલપુર, કાટવાડ અને અમદાવાદમાં આવેલી ઓફીસો અને ઘરે તપાસ હાથ ધરાઈ
મોરબીના રવાપર રોડ ઉપર સિરામિક કારખાનાના ભાગીદારના રહેણાંક મકાને આઇટી વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. મોરબીમાં પણ સર્ચ ઓપરેશન તેમજ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મોરબીના પણ જુદાજુદા કારખાનાઓમાં ભાગીદારી હોવાથી ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો બીજી તરફ ભાગીદારોના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.
આવકવેરા વિભાગ દ્વારા રાજ્યના 40 જેટલા સ્થળોએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી
આવકવેરા વિભાગ દ્વારા રાજ્યના 40 જેટલા સ્થળોએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં એશિયન ગ્રેનિટો નામના ભારતના ટોચના ટાઈલ્સ ઉત્પાદકના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિ. કંપની પર આવકવેરા વિભાગના દરોડાની સાથે સાથે કંપનીના વડોદરા, હિંમતનગર ખાતેના ઘર અને ફેક્ટરી સહિતના સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગે પોલીસના મોટા કાફલા સાથે મળીને આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગના 200 અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે.

કમલેશ પટેલની માલિકીની શેર માર્કેટમાં લિસ્ટેડ એવી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિ. દેશની સૌથી મોટી ટાઈલ્સ અને બાથવેર સોલ્યુશન ઉત્પાદક કંપનીઓ પૈકીની એક છે. કંપનીના તમામ ભાગીદારોના ત્યાં તથા મોરબી ખાતેના જોઈન્ટ વેન્ચરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તે સિવાય એક રિયલ એસ્ટેટ ફર્મ ખાતે તથા રાજકારણી સાથે નિકટતા ધરાવતી એક મહિલાના ઘરે દરોડો પાડવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન કરચોરીનો મોટો આંકડો સામે આવે તેવી શક્યતા જણાઈ રહી છે.
READ ALSO
- શિવસેનાના બાગીઓને SCએ અયોગ્યતા નોટિસના જવાબ માટે 14 દિવસનો સમય આપ્યો
- Bank Holidays : જુલાઈમાં 14 દિવસ બંધ રહેશે બેંકો, મહિનાની શરૂઆત રજા સાથે થશે; ફટાફટ ચેક કરો લિસ્ટ
- મહારાષ્ટ્રના અધિકારીઓ પર ભડક્યા કેન્દ્રીય મંત્રી, અમે 2-3 દિવસ જ વિપક્ષમાં છીએ એ યાદ રાખજો
- દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા
- કોમેડી ક્વિન ભારતીસિંહે આપ્યું DID super moms માટે ઓડિશન, જમીન પર સૂઈને નાગિન ડાન્સ કર્યા પછી… જોઈ લો વીડિયો