GSTV

કામની વાત / 23 અને 24 ઓક્ટોબરના રોજ 12 કલાક માટે કામ નહીં કરે આવકવેરાની વેબસાઇટ, જલ્દી પતાવી લો તમારું કામ

Last Updated on October 23, 2021 by Vishvesh Dave

આવકવેરા વિભાગની નવી વેબસાઇટ આજે એટલે કે 23 ઓક્ટોબર અને રવિવાર 24 ઓક્ટોબરે થોડા સમય માટે બંધ રહેશે. મેન્ટેનેન્સ એકટીવીટીને કારણે, આ વેબસાઇટ આજે રાત્રે 10 વાગ્યાથી કાલે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં.

આવકવેરા

નવી આવકવેરા વેબસાઇટ ખોલવા પર, ટોચ પર એક સૂચના લખવામાં આવી રહી છે, જેમાં લખ્યું છે, “સાવધાન: પૂર્વ-નિર્ધારિત મેન્ટેનેન્સ એકટીવીટીને કારણે, વેબસાઇટ શનિવારે રાત્રે 10 વાગ્યાથી રવિવારે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં.”

નવી વેબસાઈટ આ વર્ષે જૂનમાં લોન્ચ કરવામાં આવી હતી

સરકારે 7 જૂને ઈન્કમ ટેક્સની નવી વેબસાઈટ લોન્ચ કરી હતી. તેના લોન્ચિંગ પછી ઘણા દિવસો સુધી તેમાં ઘણી સમસ્યાઓ હતી. આ અંગે ટેક્નોલોજી કંપની ઇન્ફોસીસના એમડી અને સીઇઓ સલિલ પારેખને સમન્સ જારી કરવામાં આવ્યું હતું. ઇન્ફોસિસે પોતે 4241 કરોડ રૂપિયામાં આ પોર્ટલ બનાવ્યું છે.

આવકવેરા વિભાગ અનુસાર, નાણાકીય વર્ષ 2020-21 માટે નવી આવકવેરા વેબસાઇટ મારફતે 2 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, 36 લાખથી વધુ કરદાતાઓને રિફંડ આપવામાં આવ્યા છે.

31મી ડિસેમ્બર સુધીમાં ભરવાનું રહેશે આવકવેરા રિટર્ન

નાણાકીય વર્ષ 2020-21 માટેનું આવકવેરા રિટર્ન 31મી ડિસેમ્બર સુધીમાં ભરવાનું છે. અગાઉ, 30 સપ્ટેમ્બર આ માટેની છેલ્લી તારીખ હતી પરંતુ તેને વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે.

ALSO READ

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!