GSTV
Home » News » 5 લાખ નહીં તમને 7 લાખ સુધી છૂટ મળવાની છે, આ ગણિત પર જરા ધ્યાન આપો એટલે સમજાશે

5 લાખ નહીં તમને 7 લાખ સુધી છૂટ મળવાની છે, આ ગણિત પર જરા ધ્યાન આપો એટલે સમજાશે

મોદી સરકારે રૂ. 5 લાખની વાર્ષિક આવક પર ટેક્સ ન વસૂલવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી આ રકમ 2.5 લાખ રૂપિયા હતી. કર નિષ્ણાતોનું કહેવું છે કે કર મુક્તિ મર્યાદા સીધી જ ડબલ થવાથી, આ મર્યાદામાં દરેક કરદાતાને આશરે 13 હજાર રૂપિયાનો લાભ મળશે. જે લોકો નોકરી કરે છે તેમને પાંચ નહીં સાત લાખ રૂપિયા પર ટેક્સ ચૂકવવાની જરૂર નથી રહેતી.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બેનુ સિંહ કહે છે કે આનાથી નાના કરદાતાઓના આશરે 70 ટકા લાભ થશે. મધ્યમ વર્ગને કઈ ખાસ ફાયદો નહીં થાય. પાંચ લાખ ઉપરાંત 80 સી હેઠળ રૂ. 1.5 લાખની છૂટ મળશે. આ ઉપરાંત સરકારે સ્ટાન્ડર્ડ ડિડકશન 40 હજારથી વધારીને રૂપિયા 50 હજાર કરી દીધુ.. આ રીતે રૂ. 7 લાખની વાર્ષિક આવક પર કર લાદવામાં આવશે નહીં.

સીએ બેનુ સિંહના જણાવ્યા મુજબ, પાંચ લાખથી ઓછી આવક ધરાવતા 70 ટકા લોકો હતા. છેલ્લા ચાર વર્ષથી રાહત માટે લોકો રાહ જોઈ રહ્યા હતા. હવે મર્યાદા સીધી બમણી થઈ ગઈ છે તેનાથી મોટી વાત બીજી કઈ હોય શકે. પાંચથી દસ લાખની આવકમાં 20 ટકા લોકો આવે છે. અને એનાથી વધુ આવકમાં 10 ટકા કરતા વધારે નથી. સરકારના આ નિર્ણય પછી, નાના વેપારીઓ માટે કામ કરતા લોકોને વધારે લાભ થશે.

READ ALSO

Related posts

નાસાની આ તસવીર પંજાબ અને હરિયાણા સરકારની ખોલી દેશે પોલ, પ્રદૂષણ હજુ વધશે

Mayur

ગાંધી પરિવારને સુરક્ષા આપવા માટે સીઆરપીએફે ઘડ્યો આ માસ્ટરપ્લાન, સરકાર સામે મૂકી આ માગણીઓ

Mayur

રેલવેમાં નોકરી હવે સપનું બનશે : સરકારે લીધો આ નિર્ણય, રેલભવનમાં સન્નાટો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!