GSTV
Finance Trending

Income Tax: 31 માર્ચ પહેલા કરી લો આ મોટું કામ, રિટર્ન ફાઈલ કરતા સમયે બચાવી શકશો ટેક્સના લાખો રૂપિયા

ઈન્કમટેક્સ રીર્ટન ફાઈલ કરવાનો સમય નજીક આવતો જાય છે. એપ્રિલ મહિનાથી FY 2022-23 માટે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. અને આ વર્ષ માટે કરેલા રોકાણ પર Income Tax છૂટનો ફાયદો પણ મેળવી શકે છે. જો કે જરૂરી વસ્તુ માર્ચ મહિનામાં જ પૂરી કરી લેવી જરૂરી છે. જેથી તેનો ફાયદો ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે મેળવી શકાય છે.

ટેક્સપેર્યરસ આગામી નાણાકીય વર્ષ માટે રોકાણની યોજના બનાવવાનું શરૂ કરી દીધું છે. કારણ કે ચાલુ નાણાકીય વર્ષ 31 માર્ચ 2023ના સમાપ્ત થશે. આગામી સમયમાં Income Tax ટેક્સ યોજના બનાવવી જરૂરી છે. જો કે આ મહિનાના અંત પહેલા કેટલાક કામો પૂરા કરી લેવાથી લોકોને ટેક્સ બચાવવામાં મદદ મળી શકે છે.

નાણાંકીય વર્ષ 2022-23 પૂરું થશે કે તુરંત ટેક્સપેયર્સ પાસે ટેક્સ કપાતનો લાભ લેવા માટેનો સમય પૂરો થઈ જશે. એટલું ખાસ ધ્યાન રાખવું કે કેટલાક સરળ પગલાંનુંપાલન કરવાથી ઘણાં બધા પૈસાનો ખોટી રીતે ટેક્સ કપાતો બચાવી શકાય છે. આ તકનો લાભ લેવા માટે લાભાર્થીએ સમયમર્યાદા પહેલા રોકાણ કરવું જરૂરી છે.

જો તમે આ વર્ષનું ઈન્કમટેક્સ રિટર્ન દાખલ કરતા સમયે ટેક્સ છૂટનો બેનીફિટ લેવા માગો છો તો 31 માર્ચ 2023 પહેલા રોકાણ કરવું જરૂરી છે. જો કે ઈન્કમટેક્સ રિટર્ન દાખલ કરતા વખતે દેખાડી શકાય અને તેના પર લાગતો વધારાનો ટેક્સ બચાવી શકાય. આવી સ્કિમોમાં રોકાણ કરવાથી લાખો રૂપિયાનો ટેક્સ બચાવી શકાય છે.

રાષ્ટ્રીય પેન્શન યોજનામાં રોકાણ કરીને ટેક્સ બચાવવા માટેની એક સ્માર્ટ ટ્રીક છે. ટેક્સપેયર્સ કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાની મર્યાદા ઉપરાંત વધારાના 50 હજાર રૂપિયાના કપાતનો દાવો કરી શકે છે. એવામાં આ સ્કિમ દ્વારા લાખો રૂપિયા ટેક્સના બચાવી શકાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મંગળ સાબિત થયો ભારતીય શેરબજાર માટે આજનો દિવસ, સેન્સેક્સ-નિફ્ટી જોરદાર ઝડપ સાથે બંધ થયા

Hina Vaja

ઓ ભાઈ સાહેબ! જાનમાં નાચી રહ્યા છે કે મારી રહ્યા છે? પબ્લિકે ગણાવ્યો અનોખો નશો

Siddhi Sheth

Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું

Siddhi Sheth
GSTV