GSTV

આ રીતે બાળકોના નામ પર જમા કરો પૈસા, દર વર્ષે આટલા રૂપિયા સુધી બચાવી શકો છો ઈનકમ ટેક્સ

ઇનકમ

Last Updated on July 26, 2021 by Harshad Patel

તમારા વરિષ્ઠ માતાપિતા જ નહીં, તમારા બાળકો પણ ટેક્સ બચાવવામાં મદદ કરી શકે છે. તમારે ફક્ત તેની પદ્ધતિ જાણવી પડશે અને તેમના નામે નાણાં રોકવા પડશે. જો બાળક સગીર છે અને તેની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તો તેના નામે કરેલું રોકાણ કરમુક્ત રહેશે. નિયમ એ છે કે બાળકોના નામે કરેલું રોકાણ માતાપિતાની કમાણી સાથે જોડાય છે અને તે મુજબ ટેક્સ ચૂકવણી બનતી હોય છે.

ટેક્સ

8 વર્ષ પછી તે બાળકને અલગ વ્યક્તિના રૂપમાં જોવામાં આવશે

આમાં ધ્યાન આપવાની એ વાત છે કે બાળક જ્યાં સુધી પુખ્ત વયનું ના થાય ત્યાં સુધી ટેક્સની આ સુવિધા મળે છે. બાળક જ્યારે 18 વર્ષનું થાય છે, ત્યારે તેની કમાણી માતાપિતા સાથે જોડી શકાતી નથી. 18 વર્ષ પછી તે બાળકને અલગ વ્યક્તિના રૂપમાં જોવામાં આવશે. જેમ અન્ય વયસ્ક લોકોની સાથે ટેક્સમાં છૂટછાટ અથવા ટેક્સ મુક્તિના જે નિયમ છે તેવા નિયમો આ બાળકને પણ લાગુ પડશે. 18 વર્ષ પછી, જો તે બાળક કોઈ આવક શરૂ કરે અથવા તેના નામે રોકાણોથી કમાણી કરવાનું શરૂ કરે, તો પછી તે ટેક્સ ભરવાપાત્ર ગણાશે.

18 વર્ષથી વધુ ઉંમરનો બાળક પોતાના નામથી ડીમેટ ખાતું ખોલાવી શકે

18 વર્ષથી ઉપરના બાળક અથવા પુખ્ત વયનાને કાયદેસર રીતે પુખ્ત માનવામાં આવશે અને આ કિસ્સામાં તે પોતાનમાંથી સ્ટોક્સ – શેરોમાં અથવા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ માટે સ્વતંત્ર રહેશે. 18 વર્ષથી ઓછી વયના બાળકો સ્ટોક્સ અથવા મ્યુચ્યુઅલ ફંડ્સમાં જાતે રોકાણ કરી શકતા નથી, પરંતુ તેમના માતાપિતા બાળકોના નામે રોકાણ કરી શકે છે. 18 વર્ષથી વધુ ઉંમરનો બાળક પોતાના નામથી ડીમેટ ખાતું ખોલાવી શકે છે અને સ્ટોક ટ્રેડિંગ એકાઉન્ટ પોતાના નામે કરી શકે છે. આ આધાર પર પોતાની ટ્રેડિંગ શરૂ કરી શકે છે. આ ખાત પર દર વર્ષે 1 લાખ રૂપિયા સુધીના લાંબા ગાળાના મૂડી લાભો કરમુક્ત છે. એક વર્ષમાં અઢી લાખ રૂપિયા સુધીની શોર્ટટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ ફ્રી માનવામાં આવશે.

ટેક્સ

બાળકોના નામે રોકાણ કરવાના ફાયદા

બાળકોના નામે રોકાણ કરવાના બીજા ઘણા ફાયદા છે. જો તમે સગીર બાળકના નામે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પી.પી.એફ.માં નાણાં જમા કરશો, તો તેના પૈસા માતાપિતાની આવક સાથે ક્લબ થઈ જશે. આવી સ્થિતિમાં દર વર્ષે પીપીએફમાં 1.5 લાખ રૂપિયાની મર્યાદા પાર થઈ જશે. તેનું નુકસાન થઈ શકે છે પરંતુ બાળક જેવો 18 વર્ષથી વધુની ઉંમરનો થાય, પીપીએફમાં તેનું રોકાણ માતાપિતાથી અલગ માનવામાં આવશે. આ સ્થિતિમાં, હવે તમે બાળકના પીપીએફ ખાતામાં પણ પૈસા જમા કરી શકો છો અને તેના પર ટેક્સ બચાવી શકો છો. એનાથી તમારું રોકાણ પણ વધી જશે. અને અંતે તમને બચતનો લાભ પણ મળશે. હવે દર વર્ષે 1.5 લાખ સુધીની રકમ બાળકના ખાતામાં અલગથી જમા કરાવી શકાય છે.

પુખ્ત બાળકોના નામ પર પૈસા રોકી ટેક્સમાં છૂટનો મળી શકે લાભ

જો તમે તમારા પુખ્ત વયના બાળકને પૈસા ગીફ્ટ કે તેના નામે રોકાણ કરો છો, તો તેના પર ટેક્સ બચાવવાનું સરળ રહેશે. પરંતુ સાવધાની સાથે કામ કરવું પડશે. જો તમે તમારા બાળકને કેવી રીતે ખર્ચ કરવો તે નહીં બતાવો તો બચત કરતાં નહીં શીખવાડો તો બાળક બેજવાબદાર બની જાય તો બચતનો કોઈ મતલબ નહીં રહે. તમામ જમામ કરેલી મૂડી એક જ ઝાટકે પૂરી કરી શકે છે. તમારા જમા કરાયેલા પૈસા કોઈપણ જરૂરિયાત વિનાના કામમાં ખર્ચ કરી શકાય છે. પાછળથી વસિયતમાં નામ ભલે બદલી દો પરંતુ જો એવું નથી કરતા અને બળકના નામથી જે સંપત્તિ ગીફ્ટ કરી દીધી છે. તે ફરીથી પરત તમારી પાસે નહીં આવે. એવું ન થાય કે 20થી 30 ટકા પૈસા બચાવવા માટે 100 ટકા તમારી જમા રકમથી હાથ ધોઈ બેસવા પડે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!