GSTV

શું તમે IT રિટર્ન ભરવાનું ચૂકી ગયા છો તો Don’t worry, હવે આ રીતે ભરી શકો છો….

જો તમે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું ભૂલી ગયા છો તો તમારે હવે પરેશાન કરવાની જરૂરિયાત નથી. હજી પણ તમારી પાસે એક શાનદાર મોકો છે. આપ નાણાંકીય વર્ષ 2019-20 નું આયકર રિટર્ન 31 માર્ચ, 2021 સુધી ભરી શકો છો. પરંતુ એ માટે હવે તમારે માત્ર લેટ ફી ચૂકવવાની રહેશે.

મનપસંદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજેશ ખેતાનએ જણાવ્યું કે, ‘સામાન્ય રીતે લેટ ફીના બદલે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે પાંચ હજાર રૂપિયા આપવા પડતા હોય છે. જાન્યુઆરીથી માર્ચની વચ્ચે રિટર્ન ફાઇલ કરવા પર લેટ ફી વધારીને 10 હજાર રૂપિયા થઇ જાય છે પરંતુ આ વખતે ડિસેમ્બર સુધી સુનિશ્ચિત તારીખ વધારી દેવામાં આવી હતી એટલાં માટે એક દિવસની અંદર જ રિટર્ન જમા કરવા પર 10 હજાર રૂપિયા લેટ ફીની ચૂકવવાની રહેશે.

પરંતુ જો તમારી કરપાત્ર આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી છે તો લેટ ફીના રૂપમાં તમારે માત્ર એક હજાર રૂપિયા જ આપવાના રહેશે અને જો આપની આવક બે લાખ 50 હજારથી પણ ઓછી છે તો તમે લેટ ફી ભર્યા વિના પણ આપ આપનું આયકર રિટર્ન (ITR) 31 માર્ચ સુધી જમા કરાવી શકો છો.

રિટર્ન જમા કરતા પહેલા જ લેટ ફી ચૂકવવી પડશે

તેઓએ જણાવ્યું કે, ‘લેટ ફીની રકમની ચૂકવણી રિટર્ન જમા કરતા પહેલા જ કરી દેવી પડશે નહીં તો આપનું ITR સ્વીકારવામાં નહીં આવે. તમારી બાકી કરની રકમ પર તમારે આયકરની કલમ 234 A અંતર્ગત વ્યાજની પણ ચૂકવણી કરવાની રહેશે અને જો આપના કરની રકમ 10 હજાર રૂપિયાથી વધારે છે અને આપે તમારા આગળના કરની ચૂકવણી નથી કરી તો કલમ 234 B અને 234 C અંતર્ગત આપે વ્યાજની પણ ચૂકવણી કરવી પડશે.

ખેતાને જણાવ્યું કે, “અનેક લોકો, જેની આવક પર ટીડીએસ કર્મચારી દ્વારા કાપી લેવામાં આવે છે તેઓ એમ સમજે છે કે, તેઓએ હવે આયકર રિટર્ન જમા કરવાની જરૂરિયાત નથી કે જે ખોટું છે. આમ તો લોકો પોતાનું રિટર્ન જમા નથી કરાવતા તો તેઓએ આયકર વિભાગની નોટિસનો જવાબ આપવાનો વારો આવે છે.’

READ ALSO :

Related posts

કોરોના અપડેટઃ સુપર સ્પ્રેડિંગ ઈવેન્ટને રોકવા માટે ભરો કડક પગલાં, કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને આપી આ સૂચના

Karan

બૉલિવુડની આ 5 હસિનાઓએ દેખાડી તેની સેકસી કમર, જુઓ તેની તસ્વીરો

Mansi Patel

રસીકરણ/ હોસ્પિટલ સુધી ના જઇ શકે એવા વૃદ્ધોને કેવી રીતે અપાશે કોરોના વેક્સિન? સરકારે કરી છે આ ખાસ વ્યવસ્થા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!