GSTV
Gujarat Government Advertisement

ઈન્કમ ટેક્સ રીટર્નમાં ધાંધિયા/ આ યુટિલિટી બહાર ન પડતાં વેપારીઓ કંટાળ્યા, સમયસર નહીં ભરાય રિટર્ન

Last Updated on May 15, 2021 by Damini Patel

નાણાંકીય વર્ષ 2020-21ના ઈન્કમ ટેક્સ રીટર્ન ભરવાની મુદત 1 લી એપ્રિલથી શરૃ થયા બાદ પણ આઈટી રીટર્ન નંબર 1 થી 7 ની યુટીલીટી બહાર ન પડી શકવાના કારણે છેલ્લાં આઈટી રીટર્નના પુરાવાના અભાવે નિયમિત કરદાતા, પગારદાર, સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ અને બેરોજગારોની હાલત કફોડી બનવા પામી છે. જેથી કોરાના કાળમાં ઈન્કમટેક્સ રીટર્ન તુરંત ભરી શકાય તેવી સીબીડીટી તથા કેન્દ્રીય નાણાં મંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

કોરાના કાળની વિપરિત અસર લોકાના સ્વાસ્થ્ય ઉપરાંત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આર્થિક ગતિ વિધીઓ પર પણ પડી રહી છે. સી.એ. વિરેશ રૃદલાલે જણાવ્યું હતું કે કોરાનો કાળમા કરદાતાઓ દ્વારા ઈન્કમ ટેક્સ રીટર્ન સમયસર નહીં ભરી શકવાને કારણે રોજગારીને લગતી તકો પણ છીનવાઈ જાય તેવી સંભાવના વર્તાઈ રહી છે.

રિફંડ

નાણાંકીય વર્ષ-2020-21ના ઈન્કમ ટેક્સ રીટર્ન ભરવાની મુદત તા.1 લી એપ્રિલથી શરૃ થાય છે.પરંતુ આજે દોઢ મહીનો થવા આવ્યો હોવા છતાં આઈટી રીટર્ન નંબર 1 થી 7 ની યુટીલીટી બહાર પડી નથી. જેથી નિયમિત કરદાતા ગણાતા પગારદાર, સ્ટુડન્ટ વિઝા ઈચ્છુક વિદ્યાર્થીઓ, બેરોજગાર વગેરેની હાલત કફોડી બનવા પામી છે. આઈટી રીટર્ન નં. 1 તથા 4 ની ઓફલાઈન યુટીલીટી બહાર પડી ગઈ છે પરંતુ ઓનલાઈન ફાઈલીંગ માટેની સ્કીમો હજુ સુધી અપડેટ થઈ નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!